મોરબી જિલ્લામાં ધીમી ગતિએ વધી રહેલા કોરોના કેસ વચ્ચે બુધવારે જીલ્લામાં 863 દર્દી આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 4 દર્દી કોરોના પોઝીટીવ આવ્યા હતા આ 4 કેસમાં શહેરમાં ૩ અને ગ્રામ્યમાં 1 કેસ સામે આવ્યા હતા બીજી તરફ 8 દર્દી સ્વસ્થ થયા હતા જેમાં મોરબીમાં 6 દર્દી વાંકાનેર અને માળિયા 1-1 દર્દી સ્વસ્થ થયા હતા મોરબી જીલ્લામાં આજ સુધીમાં 47 કેસ હાલ એક્ટીવ છે તો 95 દર્દી છે. જીલ્લામાં આજ સુધીમાં કુલ 547394 દર્દીના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 10885 દર્દી પોઝીટીવ આવ્યા હતા જેમાંથી 10489 દર્દી સ્વસ્થ થયા છે જયારે 95 દર્દીના સતાવાર મોત થયા છે

