HomeGujaratદહેજની માંગણી અને ત્રાસથી કંટાળેલી પરિણીતાને એસિડ પીવા મજબૂર કરનાર પતિ-સાસુ સહિત...

દહેજની માંગણી અને ત્રાસથી કંટાળેલી પરિણીતાને એસિડ પીવા મજબૂર કરનાર પતિ-સાસુ સહિત 3 સામે ગુનો

મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં રહેતી અને હાલમાં પોતાના પિયર ખાતે રહેતી સોનલબેન વાઘજીભાઈ રાઠોડ (ઉ.વ. 26)એ સાસરી પક્ષના સભ્યો વિરુદ્ધ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, લગ્નજીવન દરમિયાન તેમના પતિ ભરતભાઈ બાબુભાઈ ચાવડા, સાસુ લીલાબેન બાબુભાઈ ચાવડા તથા મોટા સસરા પરસોત્તમ ડાયાભાઈ ચાવડા, રહે. ગુજરાત સોસાયટી, વીસીપરા દ્વારા દહેજની બાબતે વારંવાર મેણાં-ટોણાં મારી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. ઉપરાંત, પરિણીતાને એટલી હદે હેરાન કરવામાં આવી હતી કે તેઓ એસિડ પીવા મજબૂર બન્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.આ અંગે સોનલબેને મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,510SubscribersSubscribe

TRENDING NOW