1 જૂનથી 10 જુલાઈની વચ્ચે મહારાષ્ટ્રમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 83 લોકોના મોત થયા છે.આ સાથે સંબંધિત એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ સમયગાળા દરમિયાન વરસાદ સંબંધિત ઘટનાઓમાં 164 પ્રાણીઓના પણ મોત થયા છે.ઉત્તર મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં સૌથી વધુ 12 મૃત્યુ નોંધાયા છે અને ત્યારબાદ નાગપુર (ચાર) છે.

આ કારણે મોત: આ મૃત્યુ પૂર, વીજળી પડવા, ભૂસ્ખલન, વૃક્ષો પડવા જેવી ઘટનાઓને કારણે થયા છે. ચંદ્રપુર, પરભણી, ઉસ્માનાબાદ, હિંગોલી, ઔરંગાબાદ, કોલ્હાપુર, સાંગલી, સોલાપુર, રાયગઢ, થાણે અને મુંબઈમાં ગયા મહિને ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી કોઈ મૃત્યુ નોંધાયું નથી, એમ અહેવાલમાં જણાવાયું છે.

અધિકારીની વાત: પીટીઆઈ અનુસાર, મુંબઈ અને તેની આસપાસના વિસ્તારો સહિત રાજ્યના ઘણા ભાગોમાં 1 જૂનથી 10 જુલાઈ વચ્ચે ભારે વરસાદ થયો હતો.અધિકારીઓએ જણાવ્યું કે નાસિક જિલ્લામાં ભારે વરસાદ ચાલુ છે, જેના કારણે અનેક નદીઓના જળસ્તર વધી રહ્યા છે.અને ગોદાવરી નદી પાસે આવેલા અનેક મંદિરો ડૂબી ગયા હતા. IMD એ 14 જુલાઈ સુધી નાસિક જિલ્લા માટે રેડ એલર્ટ જારી કર્યું છે, જેમાં 24 કલાકમાં 20 સેમીથી વધુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

