HomeGujaratસૂર્યકુમારની સદી એળે ગઈઃ ત્રીજી T20માં ઈંગ્લેન્ડનો વિજય

સૂર્યકુમારની સદી એળે ગઈઃ ત્રીજી T20માં ઈંગ્લેન્ડનો વિજય

સૂર્યકુમાર યાદવની લડાયક સદી છતાં ભારતને ઈંગ્લેન્ડ સામે રવિવારે રમાયેલી ત્રીજી અને અંતિમ ટી20 ક્રિકેટ મેચમાં 17 રને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જોકે, ભારતે ત્રણ મેચની સીરિઝ 2-1થી જીતી લીધી છે.

મજબૂત બેટિંગ લાઇન: ડેવિડ મલાનની અડધી સદી તથા લિયામ લિવિંગસ્ટોનની આક્રમક બેટિંગની મદદથી ઈંગ્લેન્ડે નિર્ધારીત 20 ઓવરમાં સાત વિકેટે 215 રનનો મોટો સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં ભારતીય ટોપ ઓર્ડરના બેટર્સ નિષ્ફળ રહ્યા હતા. બાદમાં સૂર્યકુમાર યાદવે લડાયક સદી ફટકારી હોવા છતાં ભારતીય ટીમ 20 ઓવરમાં નવ વિકેટે 198 રન નોંધાવી શકી હતી. સૂર્યકુમાર યાદવે 55 બોલમાં 14 ચોગ્ગા અને છ સિક્સરની મદદથી 117 રની શાનદાર ઈનિંગ્સ રમી હતી.

વિજેતા: 216 રનના લક્ષ્યાંકના જવાબમાં ભારતની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. તેના ટોચના ત્રણ બેટર્સ વધારે સમય ક્રિઝ પર ટકી શક્યા ન હતા. રોહિત શર્મા અને રિશભ પંતની ઓપનિંગ જોડી અપેક્ષા પ્રમાણે શરૂઆત અપાવી શકી ન હતી. રિશભ પંત એક રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી 11-11 રન નોંધાવીને પેવેલિયન ભેગા થયા હતા. ભારતે 31 રનમાં પોતાની ત્રણ મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, બાદમાં સૂર્યકુમાર યાદવ અને શ્રેયસ ઐય્યરની જોડીએ આક્રમક અંદાજમાં બેટિંગ કરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW