HomeNationalમુખ્તાર અબ્બાસ નકવીએ PM મોદીને મળીને આપ્યું રાજીનામું, વાંચો શું છે કારણ

મુખ્તાર અબ્બાસ નકવીએ PM મોદીને મળીને આપ્યું રાજીનામું, વાંચો શું છે કારણ

કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ રાજીનામું આપ્યું છે. તે અલ્પસંખ્યક મામલાનો વિભાગ સંભાળી રહ્યાં હતા. નકવીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કર્યાં બાદ રાજીનામું આ્યું છે. નકવી આજે પોતાની છેલ્લી કેબિનેટ બેઠકમાં પહોંચ્યાં હતાં. આ બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદીએ મંત્રીના રૂપમાં નકવીના યોગદાનના વખાણ કર્યાં હતાં. સ્ટીલ મંત્રી આરસીપી સિંહ માટે આજે કેબિનેટની છેલ્લી બેઠક હતી.

આ બેઠકમાં પીએમ મોદીએ બંને કેન્દ્રીય મંત્રીઓને વિદાય આપતા જણાવ્યું હતું કે, બંને મંત્રીઓનું દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. આ બંને મંત્રીઓનો રાજ્યસભાનો કાર્યકાળ સાત જુલાઈના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. મુખ્તાર રાજ્યસભાના સદસ્ય છે. તેનો કાર્યકાળ ગુરૂવારના પૂર્ણ થશે. નકવીએ આ વખતે ભાજપમાંથી રાજ્યસભામાંથી નહીં મોકલવામાં આવે. માનવામાં આવી રહ્યું છે કે, પાર્ટી તેને મોટી જવાબદારી આપી શકે છે.

આ ઉપરાંત મોદી મંત્રીમંડળમાં જદયુના મંત્રી આરસીપી સિંહનો પણ ગુરૂવારના રોજ રાજ્યસભાનો કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યો છે. આ બંને નેતાઓ હાલ ચો 6 જુલાઈ બાદ કોઈ પણ ભવનના સદસ્ય નહીં રહે. પરંતુ સાંસદ વગર પણ તે 6 મહિના સુધી મંત્રઈ પદે રહી શકે છે. પરંતુ પીએમ મોદીએ કેબિનેટમાંથી વિદાય આપી દીધી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW