હળવદના ટીકર રણની ઢસીમાં રેડ ઝોનમાં ધમધમતા કારખાના સામે પ્રદુષણ નિયંત્રણ બોર્ડે લાલ આંખ કરી છે અને પહેલાં હુકમમાં 5 વીજ કનેક્શન હટાવવાની સુચના બાદ ફરી એકવાર ઢસીમાં પ્રદુષણ ફેલાવતા કારખાનાનો વિજ પુરવઠો હટાવવા માટે જીપીસીબીએ હળવદ પીજીવીસીએલ કચેરીને સુચના આપી છે અને આવતીકાલે બુધવારે પીજીવીસીએલ કચેરી દ્વારા વીજ પુરવઠો કાપી લેવામાં આવશે તેવું કાર્યપાલક ઈજનેર દ્વારા જણાવવામાં આવ્યું હતું.
હળવદના ટીકર રણની ઢસીમાં રેડ ઝોન વિસ્તારમાં પ્રદુષણ ફેલાવી રણને તેમજ વન્ય પ્રાણીઓને હાનિ પહોચાડે તેવું કૃત્ય આચરવામાં આવતા આખરે જીપીસીબીના અધિકારીઓ દ્વારા 11 જેટલી ફેકટરીઓની તપાસ કરવામાં આવી હતી જેમાંથી ટીકર રણની ઢસીમાં આવેલ 4 ફેકટરીઓને તથા જીઆઈડીસી હળવદમાં આવેલ એક ફેક્ટરીને કલોઝર નોટિસ આપીને વિજ પુરવઠો દૂર કરવા સૂચના આપવામાં આવી હતી જેમાં આજે ફરી એકવાર જીપીસીબી દ્વારા શિવ ઈન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરી પ્રદુષણ ફેલાવતી હોવાથી તાત્કાલિક અસરથી હળવદ પીજીવીસીએલ કચેરીના કાર્યપાલક ઈજનેર કે. ડી. નિનામાને સૂચના આપવામાં આવી હતી જેના આધારે બુધવારે રણની ઢસીમાં બિન અધિકૃત રીતે ધમધમી રહેલી ફેકટરીનું વીજ જોડાણ હટાવી દેવાયું હતું તેમ પીજીવીસીએલના કાર્યપાલક ઈજનેર કે ડી નીનામાએ જણાવ્યું છે.

