HomeGujaratએક વિલન 2 ફિલ્મનું ટ્રેલર લોન્ચ, દિશા ફરી ટ્રોલ

એક વિલન 2 ફિલ્મનું ટ્રેલર લોન્ચ, દિશા ફરી ટ્રોલ

બોલીવૂડની બેબી ડોલ દિશા પાટણી બોયફ્રેન્ડ ટાઇગર શ્રોફ કરતા પણ વધુ ચર્ચામાં રહે છે. તેના સૌંદર્યથી ઇનકાર નથી. પરંતુ તેના અખતરા ઘણી વખતે ટિકાના પાત્ર બને છે. હવે તેના નવા લૂકને કારણે સોશિયલ મીડિયા યુઝર્સ ટ્રોલ કરી રહ્યા છે.

ટ્રોલ થઈ દિશા: બોલિવૂડ ફિલ્મ ‘એક વિલન રિટર્ન્સ’ના ટ્રેલર લોન્ચ દરમિયાન એક્ટ્રેસ દિશા પાટણી લોન્ગ ફિટેડ સ્કર્ટ, ક્રોપ ટૉપ પહેરીને પહોંચી હતી. બ્લેક કલરના આઉટફિટ, ગ્લોસી મેકઅપ અને ઓપન હેરસ્ટાઈલમાં એક્ટ્રેસ દિશા પટણી ખૂબ જ સુંદર જોવા મળી રહી હતી. પણ, આ દરમિયાન ત્યાં હાજર કેટલાંક લોકોએ એવો દાવો કર્યો કે દિશા પાટણી એ નાક અને લિપની પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. ત્યાં દિશા પટણીને જોતાં એક યૂઝરે એવું પણ કહ્યું કે ‘આ તો પ્લાસ્ટિક સર્જરીની દુકાન છે’. જેથી ફરી એકવખત દિશા પટણી ટ્રોલર્સના નિશાને આવી ગઈ છે.

સિક્વલ: એક વિલન રિટર્ન્સ’ ફિલ્મ તે વર્ષ 2014માં આવેલી ફિલ્મ ‘એક વિલન’ની સિક્વલ છે. ‘એક વિલન રિટર્ન્સ’ તારીખ 29 જુલાઈ, 2022ના દિવસે રિલીઝ થશે. ‘એક વિલન રિટર્ન્સ’માં અંકિત તિવારી, તનિષ્ક બાગચી અને કૌશિક-ગુડ્ડુના સોંગ્સ છે. તેનો બેકગ્રાઉન્ડ સ્કોર રાજુ સિંહે કમ્પોઝ કર્યો છે. ‘એક વિલન રિટર્ન્સ’ એ એક્શન થ્રિલર ફિલ્મ છે. જેનો સ્ક્રીનપ્લે અને ડાયલોગ્સ અસીમ અરોરાએ લખ્યા છે. તેના એક ગીતમાં જાણીતી એક્ટ્રેસ નોરા ફતેહી પણ જોવા મળશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW