હળવદ તાલુકાના રણમલપુર ગામના પાલતું પશુઓના પીવાના પાણી માટે અનામત રાખેલ તળાવમાં મંગળવારે અચાનક અસંખ્ય માછલા ટપોટપ મરવા લાગ્યા હતા.ઘટનાની જાણ થતા ગામના સરપંચ અને ગ્રામજનો ઘટના સ્થળે પહોચ્યા હતા અને મૃત માછલાઓ બહાર કાઢી લીધા હતા
આ અંગે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ઉનાળાના કારણે તળાવમાં પાણી સુકાય ગયું છે હાલ જેટલું પાણી છે તે પશુ પક્ષીના પીવા માટે અનામત રાખ્યું હતું જોકે પાણીનું પ્રમાણ ખુબ ઓછુ હોવાથી તડકામાં પાણી અતિશય ગરમ થઈ ગયું હોવાથી માછલા ગરમ પાણી સહન કરી શકયા ન હોવાથી મોત થયું હોવાની આશંકા સેવાઈ રહી છે
ઘટના બાદ ગામના સરપંચ દ્વારા તાત્કાલિક ટેન્કર ઠાલવી તળાવ ભરવાની કામગીરી હાથ ધરી હતી

