મોરબી તાલુકાના લખધીરપુર વિસ્તારમાં આવેલ લેક્સસ સિરામિકમાં મજુરી કામ કરતી સગર્ભા મહિલાને અચાનક પીડા ઉપડતા 108 ઈમરજન્સીને કોલ કર્યો હતો જે બાદ મોરબી લોકેશનના ઈ એમ ટી શૈલેશભાઈ કાછડિયા અને પાઈલોટ જીતેન્દ્રભાઈ માવદિયા ઘટના સ્થળે દોડી ગયા અને મહિલાને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઇ જવા નીકળ્યા હતા જોકે મહિલાને પીડા અસહ્ય હોવાથી વાનમાં જ પ્રસુતિ કરવાનું નક્કી કરી ઇએમટી સ્ટાફે સગર્ભાની પ્રસુતિ કરાવી હતી અને માતા બાળકનો જીવ બચાવ્યો હતો બાદમાં વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. માતા અને નવજાત શિશુનો જીવ બચી જતા પરિવારજનોએ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો

