સરકાર દ્વારા રાજ્યના તમામ યાત્રાધામોમાં 360 ડીગ્રી વાળા નાઈટ વિઝન એચ.ડી. કેમેરા લગાડવાનો નિર્ણય કર્યો છે. આ માટે ખાનગી એજન્સી દ્વારા વિશેષ સર્વે કરવામાં આવી રહ્યો છે. રાજ્યના તમામ પ્રસિદ્ધ યાત્રાધામોની કરવાના હેતુથી ગુજરાત સરકાર દ્વારા સીસીટીવી નેટવર્ક સજ્જ કરશે.
નાઇટ વિઝન કેમ: જેમાં આધુનિક કેમેરા કે જે 360 ડીગ્રી સુધી ફરી શકે તેવા અને સંપૂર્ણ એચ.ડી.નાઈટ વિઝન વાળા રહેશે. જોકે કયા ધાર્મિક સ્થળો ઉપર કેટલા કેમેરા કયાં કયાં લગાડવા તેનો સર્વે હાલ ચાલી રહ્યો છે.બીજીવાર પવિત્ર યાત્રાધામમાં સહિત 349 મંંદિરો ધાર્મિક સભ્યોમાં સોલાર રૂફ ટોપ અમલી છે.

વીજ બચત: વાર્ષિક 115.60 લાખથી વધુની વીજ બચત કરવાનો લક્ષ્યાંક ઉર્જા વિભાગ દ્વારા નક્કી કરવામાં આવ્યો છે. સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ રાજ્યમાં વીજળીની બચત માટેની પહેલ યાત્રાધામો થી શરૂ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે રાજ્યના 8 યાત્રાધામો ઉપરાંત અન્ય ધાર્મિક સ્થાનો ઉપર શ્રદ્ધાળુઓની વધતી જતી સંખ્યા સામે વીજળીનો વપરાશ પણ વધ્યો છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા હવે સોલાર યોજના હેઠળ સોલાર પેનલ લગાડવામાં નક્કી કર્યું છે.

