HomeGujaratમોરબીની સર્વોદય એજ્યુ.સોસાયટી સંચાલિત કોલેજમાં યોગદિને ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

મોરબીની સર્વોદય એજ્યુ.સોસાયટી સંચાલિત કોલેજમાં યોગદિને ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

મોરબી શહેરના સામાંકાઠા વિસ્તારમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત આર્ટસ, કોમર્સે તથા સાયન્સ કૉલેજમાં યોગ દિવસ નિમિતે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટીના મંત્રી રજનીભાઇ મહેતા તેમજ ટ્રસ્ટી દેવાંગભાઈ દોશી , મુખ્ય અતિથિ ડૉ. સૌમ્યાબેન મિશ્રા , ડો. લખમણભાઇ કંઝરિયા વગેરેએ હાજર રહી સર્વેને પ્રોત્સાહિત કર્યા હતા.

સંલગ્ન આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ પ્રો.દંગી,કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ગરમોરા,સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડો. માંડવીયા કૉલેજના કોલેજના ટીચિંગ – નોન ટીચીંગ સ્ટાફ તથા એનસીસી કેડેટ , NSS ના વિદ્યાર્થી મિત્રોએ કૉલેજના પ્રાંગણમાં યોગ કરી, બ્લડ ડોનેશન અને અંગદાનનો પણ સંકલ્પ લીધો હતો. કાર્યક્રમનું સંચાલન પ્રા. રામભાઇ વરોતરિયા તથા કેપ્ટન શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું. ડોનેશનની વ્યવસ્થા આર્મી FC ઈમરજન્સી બ્લડ ગૃપના જગદીશ વણોલ,સુખવિન્દર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી હતી. સિવિલ હોસ્પિટલના સ્ટાફની જહેમત તેમજ તમામ એનસીસી કેડેટના કારણે કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ થયો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,640SubscribersSubscribe

TRENDING NOW