પંજાબી ગાયક મુસેવાલા હત્યા કેસમાં તપાસનો રેલો છેક મહારાષ્ટ્રના પૂણે સુધી પહોંચ્યો હતો. પૂણેમાંથી મુસેવાલા હત્યા કેસ સાથે સંકળાયેલા બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. શાર્પશૂટર્સ સંતોષ જાધવ અને સૌરભ મહાકાલ નામના બે આરોપીઓની ગાયક સિદ્ધુ મૂઝવાલાના કેસમાં પુણે ગ્રામીણ પોલીસે બુધવારે પુણેમાં ધરપકડ કરી હતી. આ બંને શૂટર્સ પુણેમાં છુપાયેલા હતા. પુણે ગ્રામીણ પોલીસના જણાવ્યા અનુસાર, સિદ્ધેશ કાંબલે ઉર્ફે સૌરભ ઉર્ફે મહાકાલની નારાયણગાંવથી ધરપકડ કરવામાં આવી હતી.

કોણ છે આ: મંગળવારે પંજાબ પોલીસે કહ્યું હતું કે હત્યાના સંબંધમાં અત્યાર સુધીમાં આઠ લોકોની ધરપકડ કરી છે. તેમને લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડવા, રેસી ચલાવવા અને ગાયકના શૂટર્સને આશ્રય આપવાના આરોપમાં પકડવામાં આવ્યા છે, પોલીસે એમ પણ કહ્યું કે તેઓએ ચાર શૂટરોની ઓળખ કરી લીધી છે. જેઓ આ ગુનામાં સામિલ હતા. ધરપકડ કરાયેલા લોકોની ઓળખ સિરસા, હરિયાણાના સંદીપ સિંહ, ઉર્ફે કેકડા તરીકે કરવામાં આવી છે. મનપ્રીત સિંહ, ઉર્ફે મન્ના, તલવંડી સાબો, ભટિંડા; અને ફરિદકોટના ધાઈપાઈના મનપ્રીત ભાઈ છે. અન્ય જેમની ધરપકડ કરવામાં આવી છે તેઓ અમૃતસરના ડોડે કલસિયા ગામનો સરજ મિન્ટુ છે. પ્રભદીપ સિદ્ધુ, ઉર્ફે પબ્બી, તખાત-મોલ, હરિયાણાનો છે. સોનીપતના રેવલી ગામના મોનુ ડાગર, પવન બિશ્નોઈ અને નસીબ બંને હરિયાણાના ફતેહાબાદના રહેવાસી છે

