માળિયા મી નગરપાલિકા વિસ્તારમાં રોડ પાણી લાઈટ તેમજ જરૂરી પ્રાથમિક સુવિધા પૂરી પાડવા તેમજ શહેરને જોડતા માર્ગનું નિર્માણ કરવા બસ સ્ટેશન બનાવવા તેમજ રેલ્વે સ્ટેશનમાં ટ્રેન સ્ટોપ આપવા સહિતની અલગ અલગ માંગણી મુદે માળિયા મામલતદાર કચેરી સામે ચાલતા ઉપવાસ આંદોલનના ભાગરૂપે સામાજિક કાર્યકર દ્વારા આજે બપોર સુધી માળિયા બંધનું એલાન આપવમાં આવ્યું હતું જેના ભાગરૂપે આજે માળિયા શહેર અડધો દિવસ સજ્જડ બંધ પાડવામ આવ્યું હતું બપોર બાદ તંત્ર દ્વારા આંદોલન પૂર્ણ કરવા સામાજિક કાર્યકરોને અપીલ કરવામાં આવી હતી અને તેમના દ્વારા કરવામાં આવેલ રજૂઆત માંથી મોટા ભાગની માંગણી સ્વીકારવામાં આવી હોવાનું અને વહેલી તકે તેનો નિકાલ લાવવાની ખાતરી આપી હતી તંત્રની ખાતરી બાદ ઉપવાસીઓએ આન્દોલન સમેટી લીધું હતું અને મામલતદાર આને ધર્મ ગુરુએ ઉપવાસીઓને પારણા કરાવ્યા હતા.

