મોદી સરકારે મોંઘવારીનો માર સહન કરી રહેલ દેશના નોકરીયાત વર્ગને વધુ ફટકો આપ્યો છે. સરકારે ગત નાણાંકીય વર્ષ માટે આજે એમ્પલોય પ્રોવિડન્ડ ફંડ માટેનો વ્યાજનો દર નક્કી કર્યો છે જે છેલ્લા ચાર દાયકાનો સૌથી ઓછો છે.
માર્ચ પ્લાનિંગ: માર્ચમાં રિટાયરમેન્ટ ફંડ બોડી એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન(EFPO)એ એમ્પ્લોય પ્રોવિડન્ડ ફંડની ડિપોઝીટ રકમ પરના વ્યાજ દરમાં 2021-22ના નાણાકીય વર્ષમાં 8.1%ના ચાર દાયકાના નીચલા સ્તરે ઘટાડ્યો હતો, જે અગાઉના વર્ષમાં 8.5% હતો.

આ અસર: કર્મચારી વર્ગને PF માટે ચૂકવાનો થતો આ દર 1977-78 પછીનો સૌથી ઓછો વ્યાજ દર છે. તે સમયે PF પર સરકાર 8% વ્યાજ આપતી હતી.
EPFO: તેની વાર્ષિક ઉપાર્જિત રકમના 85 ટકા સરકારી સિક્યોરિટીઝ અને બોન્ડ સહિત ડેટ ઇન્સ્ટ્રુમેન્ટમાં અને 15 ટકા ઇટીએફ મારફતે ઇક્વિટીમાં રોકાણ કરે છે. દેવું અને ઇક્વિટી બંનેમાંથી થતી કમાણીનો ઉપયોગ વ્યાજની ચુકવણીની ગણતરી કરવા માટે થાય છે.

