HomeGujaratCentral Gujaratટ્રાફિકના નિયમ તોડનારને આ શહેરની પોલીસે મીઠાઈ ખવડાવી

ટ્રાફિકના નિયમ તોડનારને આ શહેરની પોલીસે મીઠાઈ ખવડાવી

ટ્રાફિક પોલીસ તેમના માટેની માન્યતા શહેરીજનો માટે કડક વલણ અને નિયમોનું ફરજીયાત પાલન કરાવવાની હોય છે પરંતુ અમદાવાદમાં પોલીસે હવે ટ્રાફિક નિયમ તોડનારને દંડ નહીં મોઢું મીઠું કરાવીને ટ્રાફિક નિયમોનું ભાન કરાવવાનો નવતર પ્રયોગ શરૂ કર્યો.

અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે જટિલ બનતી જાય છે. તેવામાં શહેરીજનો ના ટ્રાફિકના નિયમોના ભંગના કારણે ટ્રાફિક સમસ્યા વધુ વિકટ બની છે. પરંતુ આ નિયમો શહેરીજનોના ગળે ઉતરે અને ઘોખ ધકતી ગરમીમાં પોલીસ સાથે કોઈ વાહનચાલક તકરારમાં ઉતરે નહિ તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે નવતર અભિગમ અપનાવ્યો. ખાનગી NGOની મદદથી રોંગ સાઈડ વાહન ચલાવનારને મોઢું મીઠું કરાવીને નિયમોનું ભાન કરાવ્યું.

JCP ટ્રાફિક મયંકસિંહ ચાવડા અને DCP કક્ષાના અધિકારીઓએ રોંગ સાઈડથી વાહન ચલાવનાર વાહન ચાલકોને પકડી ગુલાબજાબુ ખવડાવી નિયમોનું ભાન કરાવ્યું હતું અને. બીજી વાર રોગ સાઈડ વાહન નહિ ચલાવવા ચેતવ્યા હતા.

સતત કેસો કરવા છતાં રોંગ સાઈડ દ્રાઈવના કેસોના ઘટતા હવે ટ્રાફિક પોલીસે ગરમીમાં મીઠાઈ તેમજ ગુલાબ જાંબુ ખવડાવીને ટ્રાફિકના નિયમો યાદ કરાવવાનો નવતર પ્રયોગ શરૂ કર્યો છે.પોલીસનું માનવું છે કે આગામી સમયમાં પણ સીટ બેલ્ટ નહીં બાંધનાર ,સિગ્નલ ભગ,સહિતના ટ્રાફિક નિયમના ભગ માટે પણ ગાંધીગિરી મારફતે લોકોને ટ્રાફિક નિયમોનું ભાન કરાવવામાં આવશે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW