HomeNationalરાહુલ ભટ્ટની હત્યાનો સેનાએ બદલો લીધો, 2 આતંકી ઠાર

રાહુલ ભટ્ટની હત્યાનો સેનાએ બદલો લીધો, 2 આતંકી ઠાર

શુક્રવારે સાંજે કાશ્મીરના બાંદીપોરામાં ત્રણ આતંકીઓને ભારતીય જવાનોએ ઠાર કર્યા હતા. જેમાં માર્યા ગયેલા બે આતંકવાદીઓ રાહુલ ભટ્ટની હત્યામાં સામેલ હતા. ત્રીજો આતંકવાદી ગુલઝાર અહેમદ છે, જેની ઓળખ 11 મેના રોજ થઈ હતી.

સરકારી કર્મચારી રાહુલ ભટ્ટની ગુરુવારે આતંકીઓએ ઓફિસમાં ઘૂસીને ક્રૂર હત્યા કરી નાંખી હતી. આતંકવાદીઓએ સરકારી કચેરીની અંદર ઘૂસીને રાહુલ ભટ્ટને ગોળીઓ મારીને હત્યા કરી હતી. ભટ્ટ પ્રવાસીઓ માટે વિશેષ નિયોજન પેકેજ હેઠળ 2010-11માં ક્લાર્ક તરીકે સરકારી નોકરી મળી હતી. જ્યારે બાંદીપોરામાં સુરક્ષાદળોને વિસ્તારમાં આતંકીઓ હોવાની બાતમી મળી હતી, ત્યારબાદ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આતંકીઓએ સુરક્ષાદળો પર જ્યારે ફાયરિંગ શરૂ કરી તો ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું.

કાશ્મીર પોલીસે કહ્યું કે, શ્રીનગરના એસએમએચએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત થયું હતું. હુમલાની જવાબદારી જૈશ સાથે જોડાયેલા આતંકી સંગઠન કાશ્મીર ટાઈગર્સે લીધી હતી. કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યા બાદ સુરક્ષા દળોએ તેમની પત્ની મીનાક્ષીને બે દિવસમાં આતંકીઓને મારવાનું વચન આપ્યું હતું. સેનાએ 24 કલાકની અંદર પોતાનું વચન પૂરું કર્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW