Tuesday, July 2, 2024
HomeBussinessમુકેશ અંબાણી LIC કરતા પણ મોટો IPO લોન્ચ કરશે, Jio શેરબજારમાં પ્રવેશ...

મુકેશ અંબાણી LIC કરતા પણ મોટો IPO લોન્ચ કરશે, Jio શેરબજારમાં પ્રવેશ કરશે!

Advertisement

ઇનિશિયલ પબ્લિક ઑફરિંગ્સ (IPO)માં રોકાણ કરીને પૈસા કમાતા લોકો માટે સારા સમાચાર છે. વાસ્તવમાં મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) ટેલિકોમ કંપની Jio પણ IPO લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. હિન્દુ બિઝનેસ લાઇનના રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે.

હિંદુ બિઝનેસ લાઇનના અહેવાલ મુજબ, ઉદ્યોગપતિ મુકેશ અંબાણી RILની આગામી વાર્ષિક સામાન્ય સભા (AGM) દરમિયાન આ અંગે જાહેરાત કરી શકે છે. અંબાણીની યોજનામાં તેમની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો પ્લેટફોર્મ્સ (RJPL) અને RILની પેટાકંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL) માટે અલગ IPOનો સમાવેશ થાય છે.

આ બંને કંપનીઓના IPO દ્વારા અંબાણી રૂ. 50,000 કરોડથી રૂ. 75,000 કરોડની વચ્ચે મોટી રકમ એકત્ર કરવા માગે છે. આ IPO પછી આ બંને કંપનીઓ શેરબજારમાં લિસ્ટ થશે.બિઝનેસ લાઇનના સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતમાં લિસ્ટિંગ સાથે બંને કંપનીઓનું વૈશ્વિક લિસ્ટિંગ થઈ શકે છે. રિલાયન્સ જિયો યુએસમાં નાસ્ડેક પ્લેટફોર્મ પર પણ લિસ્ટ થઈ શકે છે. Nasdaq ટેક કંપનીઓ માટે વિશ્વનું સૌથી મોટું માર્કેટ પ્લેસ છે.

સૂત્રોએ જણાવ્યું કે રિલાયન્સ રિટેલનો IPO લોન્ચ ડિસેમ્બર 2022 સુધીમાં થશે. આ પછી રિલાયન્સ જિયોનો IPO લોન્ચ શક્ય છે. 2020માં રિલાયન્સ જિયોએ ફેસબુક અને ગૂગલ સહિત 13 રોકાણકારોને 33 ટકા હિસ્સો વેચ્યો હતો.જો કે, રિલાયન્સ આ બે કંપનીઓ પાસેથી અંદાજિત રકમ વધારશે તો તે ભારતમાં અત્યાર સુધીનો સૌથી મોટો IPO હશે. અત્યારે LICનો IPO સૌથી મોટો માનવામાં આવે છે. આ IPO 21 હજાર કરોડનો છે. LICના IPOનું લોન્ચિંગ 4 મેના રોજ થવાનું છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
43,983FollowersFollow
1,880SubscribersSubscribe

TRENDING NOW