HomeGujaratવાંકાનેર તાલુકામાં જામસર ગામ નજીક મળેલ બિનવારસી લાશની ઓળખ માટે તજવીજ શરૂ

વાંકાનેર તાલુકામાં જામસર ગામ નજીક મળેલ બિનવારસી લાશની ઓળખ માટે તજવીજ શરૂ

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના જામસર ગામ નજીક લક્ષ્મણભાઈ રૂપાભાઈના ઘર પાસેના ખેતરમાંથી 24/06/2024 ના રોજ સાંજે 17:35 કલાકે એક અજાણ્યા પુરૂષની લાશ મળી આવી હતી. આ વ્યક્તિ, જેની ઉંમર આશરે 35 થી 40 વર્ષની હોવાનું જણાય છે, તેણે વાદળી રંગની વેસ્ટ અને ઘૂંટણની લંબાઈનો પાયજામા પહેર્યો છે.

માણસના જમણા કાંડા પર ‘MAA’ અને ‘B’ અને ‘JAGNYA’ લખેલું છે. પોલીસ તપાસ અને અન્ય મળતી માહિતી અનુસાર વ્યક્તિ હાલ થોડા સમય અગાઉ જ ઓરિસ્સાના જરસુગુડા રેલ્વે સ્ટેશન થી રાજકોટ રેલ્વે સ્ટેશન અને ત્યાંથી વાંકાનેર આવેલ હતો. મૃતક પુરૂષના વાલીની આજદિન સુધી ઓળખ થઈ નથી, તેથી જો કોઈ વ્યકિત ઓળખતા હોય અથવા કોઈ માહિતી હોય, તો કૃપા કરીને મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરો.

બાતમી મળતાં વાંકાનેરના પોલીસ સ્ટેશનના નંબર 02828 220665, મોબાઈલ નંબર 76219 58156 અથવા મોરબી જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમના નંબર 02822 243478 પર સંપર્ક કરવા વાંકાનેર સહાયક પોલીસ અધિક્ષક એસ.એચ. સારડા દ્વારા જણાવાયું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW