HomeGujaratકાળઝાળ ગરમીની સાથે લૂં શરૂ,હજું પાંચ દિવસ સૂર્યદેવ આકરા મિજાજે

કાળઝાળ ગરમીની સાથે લૂં શરૂ,હજું પાંચ દિવસ સૂર્યદેવ આકરા મિજાજે

ચાલુ અઠવાડિયામાં તા.20 મી એ હવામાન પલટા બાદ એકાદ દિવસ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગ૨મીમાં થોડી રાહત રહયા બાદ આજથી ફરી કાળઝાળ તાપ અને આગ ઝરતી, લૂં નો પ્રકોપ શરૂ થઈ ગયો છે અને હવે,આવતા પાંચ દિવસ સુધી એટલે કે, તા.26 ને મંગળવા૨ સુધી સૌરાષ્ટ્ર-કચ્છ સહિતરાજયનાં મોટાભાગનાં વિસ્તારોમાં હિટવેવ અને અમૂક સ્થળોએ સિવિય૨ હિટવેવ કન્ડીશનની આગાહી હવામાન ખાતાએ કરી છે. આથી હવે આવતા પાંચ દિવસો સુધી ફરી લોકોને અંગ દઝાડતા તાપ અને ગરમ પવનનાં સૂસવાટા સહન ક૨વા પડશે.

Below normal day temperatures over most parts of south India in March-May:  IMD | The News Minute

હવામાન ખાતાનાં જણાવ્યા મુજબ આવતા મંગળવા૨ સુધી ખાસ કરીને અમરેલી,રાજકોટ, સુરેન્નગ૨, પો૨બંદ૨, જૂનાગઢ અને અમદાવાદ, ગાંધીનગ૨, ડિસા, મહેસાણા, સહિતનાં વિસ્તારોમાં મહતમ તાપમાન 42 થી 43 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાશે. જો કે કચ્છમાં સિવિયર હિટવેવ કન્ડીશન અંતર્ગત 44 ડિગ્રી ઉપ૨ તાપમાન નોંધાવાની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ દરમિયાન આજે બપોરે પણ રાજકોટવાસીઓએ આગઝરતો તાપ અને લૂં નો સામનો ર્ક્યો હતો. શુક્રવારે બપોરે 2.30 કલાકે રાજકોટનું તાપમાન 41.6 ડિગ્રી નોંધાયુ હતું અને હવામાં ભેજ 9 ટકા રહયો હતો. પવનની ઝડપ 22 કિ.મી. પ્રતિકલાક રહેતા ગરમા-ગરમ લૂં ફૂંકાઈ હતી. તેમજ આજે સવારે 8.30 કલાકે શહે૨નું તાપમાન 26.2 ડિગ્રી નોંધાયુ હતું અને લઘુતમ તાપમાન 24.1 ડિગ્રી તથા હવામાં ભેજ 83 ટકા ૨હયો હતો અને પવનની સરેરાશ ઝડપ 13 કિ.મી. રહેવા પામી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW