તાજેતરમાં જ પાંચ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો છે. હવે પાર્ટી આગામી લોકસભાની ચૂંટણી ઉપર જોર આપી રહી છે. આ વચ્ચે શનિવારે કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધી સાથે તેના નિવાસ સ્થાને વરિષ્ઠ નેતાઓની આગેવાનીમાં મહત્વની બેઠક મળી હતી.

આ બેઠક અંદાજે 4 કલાક સુધી ચાલી હતી. મીટીંગમાં રાહુલ ગાંધી, અંબિકા સોની, દિગ્વિજય સિંહ, મલ્લિકાર્જુન ખડગે, અજય માકન અને કેસી વેણુગોપાલ હાજર રહ્યાં હતાં. તો રણનીતિકાર પ્રશાંત કિશોર પણ આ બેઠકમાં સામેલ હતાં.
Prashant Kishor in his presentation said that Congress party should focus on 370 Seats. Congress should fight alone in UP, Bihar & Odisha. In Tamil Nadu, West Bengal, and Maharashtra, Congress should fight in alliance. Rahul Gandhi agreed to the points of Prashant Kishor: Sources
— ANI (@ANI) April 16, 2022
Congress top brass in huddle with Prashant Kishor
— ANI Digital (@ani_digital) April 16, 2022
Read @ANI Story | https://t.co/hKH1PAI91V#Congress #PrashantKishor pic.twitter.com/qKvN8BcBMq
સુત્રોના જણાવ્યા પ્રમાણે પ્રશાંત કિશોર આવનારા દિવસોમાં કોંગ્રેસમાં જોડાશે. પરંતુ તેને પાર્ટીમાં કોઈ મહત્વનું પદ માગ્યું નથી. પીકેએ પોતાનું પ્રેઝેંન્ટેશનનમાં કહ્યું હતું કે, પાર્ટીને 370 સીટો ઉપર ધ્યાન દેવું જોઈએ.

કોંગ્રેસે ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશામાં એકલા લડવું જોઈએ. તમિલનાડુ, પશ્વિમબંગાળ અને મહારાષ્ટ્રમાં ગઠબંઘન કરીને લડવું જોઈએ. તો આ વાત સાંભળીને રાહુલ ગાંધી રાજી થયા હતાં.
"Every detail will be informed within a week's time," says Congress leader KC Venugopal when asked whether Prashant Kishor will work as a strategist in the Congress party or will he join the party pic.twitter.com/4FvDCMPJes
— ANI (@ANI) April 16, 2022
કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે જણાવ્યું કે, 2024માં થનારી ચૂંટણીને લઈને પ્રશાંત કિશોરે એક પ્રેઝેંન્ટેશન રજૂ કર્યું હતું. તેના પ્રેઝેંન્ટેશન ઉપર સમીક્ષા માટે ટીમ બનાવવામાં આવશે. જે કેટલાક દિવસોમાં જ રિપોર્ટ સોંપશે. તે બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે. પીકેના કોંગ્રેસમાં જોડાવા કે રણનીતિકારના રૂપમાં કામ કરવાના પ્રશ્ન ઉપર જવાબ આપતા જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં તે સ્પષ્ટ થઈ જશે.

