HomeNationalપરિવારના પાંચ વ્યક્તિઓના મોત,મહિલા અને ત્રણ દીકરીની ગળુ કાપી હત્યા

પરિવારના પાંચ વ્યક્તિઓના મોત,મહિલા અને ત્રણ દીકરીની ગળુ કાપી હત્યા

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં શનિવારે એક હૈયુ હચમચાવી નાંખે એવી ઘટના સામે આવી. જેમાં એક જ પરિવારના પાંચ વ્યક્તિઓના મૃતદેહ એક ઘરમાંથી મળી આવ્યા હતા. આ પાંચેય વ્યક્તિઓની હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટના ઉત્તર પ્રદેશના ખાગલપુર ગામની છે. જ્યાં પત્ની અને ત્રણ દીકરીઓની ધારદાર હથિયારથી હત્યા કરી દેવાઈ છે. પતિનો મૃતદેહ બાથરૂમમાંથી ફાંસી ખાધેલી સ્થિતિમાંથી મળ્યો છે. પતિના શરીર પર હથિયારથી ઘા મરાયા હોય એવા કોઈ નિશાન મળ્યા નથી. પણ હાથ અને કપડાં પર લોહીના નિશાન છે.

મૃતકની ઓળખ પતિ રાહુલ તિવારી તરીકે થઈ છે. જ્યારે એની પત્ની પ્રીતિ તથા ત્રણ દીકરી માહી, પીહુ તથા પોહું તરીકે થઈ છે. પોલીસને એવી આશંકા છે કે,પતિએ પહેલા પત્ની અને ત્રણ દીકરીની હત્યા કરી પછી પોતે ગળે ફાંસો ખાઈ લીધો. મૃતક રાહુલની બહેનનો એવો આરોપ છે કે, સાસરે થોડો વિખવાદ ચાલી રહ્યો હતો. એટલે તેમણે જ કોઈ ષડયંત્ર કર્યું હોઈ શકે છે. SSP અજયકુમારે કહ્યું હતું કે, રાહુલએ હત્યા કરીને પોતે ગળેફાંસો ખાઈ લીધો છે. પાંચેયની હત્યા અન્ય કોઈએ કરી હશે. આ દ્રષ્ટિકોણથી હાલમાં તપાસ ચાલું છે. કુલ સાત ટીમ જુદા જુદા મુદ્દાઓ પર તપાસ કરી રહી છે. પોસ્ટમોર્ટમનો રીપોર્ટ આવ્યા બાદ સાચી સ્થિતિનો ખ્યાલ આવશે. ક્રાઈમ સીનો જોઈને ઘણા પ્રશ્નો થઈ રહ્યા છે. રાહુલે ગળેફાંસો ખાધો છે જ્યારે પરિવારજનોના મૃતદેહ બેડ પર લોહીથી લથબથ હતા.

હત્યા દરમિયાન લોહીના છાંટા દિવાલ પર ઊડ્યા હતા. ચારેય વ્યક્તિની લાશ પર કપડાં અસ્તવ્યસ્ત હતા. મહિલાના પગ અને ઓસિકામાંથી લોહી મળી આવ્યું છે. રાહુલના શરીર પર ઈજાના કોઈ નિશાન નથી પણ કપડાં અને હાથમાં લોહી છે. આ ઘટનાની નોંધ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લીધી છે. અધિકારીઓને નિષ્પક્ષ તપાસના આદેશ આપ્યા છે. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી પગલાં લેવા સૂચન કર્યું છે. ડોગ સ્કવોડ અને ફોરેન્સિક ટીમ પણ તપાસ કરી રહી છે. એક જ પરિવારના આટલા લોકોની હત્યાથી ગામમાં ભયનો માહોલ છે. રાજપોષ માટે પોલીસની સાત ટીમો કાર્યરત છે.

રાહુલ અને તેના પરિવારના ચાર સભ્યો પિન્ટુ, ચંદ્રશેખર અને તેમના મેનેજર આશુ વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. મોટા ભાઈ મુન્નાએ પ્રોપર્ટીના વિવાદમાં હત્યાનો આરોપ લગાવતા FIR નોંધાવી છે. પોલીસને બે પાનાની સુસાઈડ નોટ મળી આવી છે. કહેવાય છે કે સુસાઈડ નોટમાં સાળા અને અન્ય કેટલાક લોકો પર હેરાનગતિનો આરોપ છે. જોકે પોલીસ સુસાઈડ નોટ સ્વીકારી રહી નથી. હાલ મામલાની તપાસ ચાલી રહી છે. STF પણ હત્યાની તપાસમાં લાગી ગયું છે, પોલીસ પહેલાથી જ તપાસ કરી રહી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW