AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દિન ઓવૈસી ગુરૂવારે એક દિવસ માટે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટથી સીધા તેઓ ખાનપુરમાં આવેલી એક હોટેલમાં રોકાયા હતા. એરપોર્ટ પર પત્રકારો સાથેની ટૂંકી મુલાકાતમાં તેમણે કહ્યું કે, ઘણા સમયથી હું ગુજરાતમાં પાર્ટીના કાર્યકર્તાઓને મળી શક્યો નથી. આગામી ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં AIMIMના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરવા માટે આવ્યો છું. હવે આવતો રહીશ.
ઓવૈસીએ બપોરે એક પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, પાર્ટીનું સંગઠન મજબુત કરવા તથા જે ખામી છે એને દૂર કરવા માટે એક ચોક્કસ માહિતી મેળવવા માટે અમદાવાદની મુલાકાતે આવ્યો છું. આવનારી વિધાનસભાની ચૂંટણીમાં એક મજબુતી સાથે મેદાને ઊતરીશું. દરેક પોઝિટિવ મુદ્દાઓ અને વિઝન સાથે ચૂંટણી લડીશું. મે અને જૂન મહિનામાં ગુજરાતના અન્ય શહેરમાં પણ મુલાકાત કરીશું. પાર્ટીને મજબુત કરીને વિધાનસભાની ચૂંટણી લડીશું. રામનવમીના દિવસે રાજ્યમાં થયેલી હિંસા પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે, ક્યાંય પણ હિંસા કોઈ માટે સારી નથી. રાજ્ય સરકાર આ માટે જવાબદાર છે. રાજ્ય સરકાર ઈચ્છે તો હિંસા થાય અને ના ઈચ્છે તો ના થાય. હિંસા થઈ એ માટે જવાબદાર રાજ્ય સરકાર છે.

આમા જે લોકો જવાપદાર એની સામે કાર્યવાહી થવી જોઈએ. જો IBના ઈનપુટ હતા તો રાજ્ય સરકારે કેમ પગલાં ન લીધા. જો ઈનપુટ હતા જો હિંસા થતી અટકાવી શક્યા હોત. શોભાયાત્રાને કાઢવા માટે મંજૂરી પોલીસ આપે તો એને પૂરી કરવાની જવાબદારી પોલીસની જ છે. ગત વર્ષે ગુજરાત રાજ્યમાં છ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટીએ અમદાવાદમાંથી એન્ટ્રી કરીને ખાતું ખોલાવ્યું હતું. અમદાવાદની જમાલપુર બેઠક પર ચારેય તથા મક્તમપુરા બેઠક પર AIMIMના ત્રણ ઉમેદવારની જીત થઈ હતી. હવે પાર્ટીનો કેટલાક ઉમેદાવાર સાથે વિધાનસભાની ચૂંટણીમાં ઊતરાવાનો પ્લાસ હોય એવું સ્પષ્ટ થાય છે.
રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના સુપ્રીમો મોહન ભાગવતના અખંડ ભારતના નિવેદન પર તેમણે કહ્યું હતું કે, તમે અખંડ ભારતની વાત કરો છો પણ બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, કબજે કરેલું કાશ્મીર, ચીન અને શ્રીલંકા છે એની તો વાત કરો. એક રાતના રોકાણ બાદ તેઓ અમદાવાદમાંથી વિદાય લેશે. એમના કાર્યક્રમની વાત કરવામાં આવે તો અમદાવાદના સાણંદ રોડ પર શાંતિપુરા નજીક તેઓ કાર્યકર્તાઓ સાથે એક બેઠક કરવાના છે. એ પછી ઈફ્તારી પાર્ટીમાં પણ જોડાશે.

