HomeGujaratટંકારામાં વેપારીની હત્યા ખંડણી પ્રકરણમાં ૩ આરોપી ઝડપાયા,

ટંકારામાં વેપારીની હત્યા ખંડણી પ્રકરણમાં ૩ આરોપી ઝડપાયા,

ટંકારાના પાન સોપારીના વેપારી સવજીભાઈ કકાસણીયાની ગત ૬ માર્ચના રોજ અજાણ્યા શખ્સ દ્વારા ગોળી મારી હત્યા કરી દેવાઈ હતી જોકે પરિવારજનોએ મૃતકને હાર્ટ એટેક આવ્યો હોય ટેબલનો ખૂણો લાગવાથી ઈજા થઇ હોવાની આશંકાએ મૃતદેહનું પીએમ કર્યા વિના ઘરે લઇ ગયા હતા.અને અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા જોકે સમગ્ર ઘટનાની જાણ જયારે આરોપીઓએ મૃતકના પુત્ર અરવિંદભાઈ સવજીભાઈને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને પરીવારજનોનો જીવ વ્હાલો હોય તો 10 લાખ રૂપિયા આપવા પડશે તેવી ખંડણી માગતા સામે આવી હતી આરોપીઓએ અલગ અલગ નંબરપરથી ધમકી માગી હતી આ દરમિયાન બીજા એક વેપારીએ અશોક ભાઈને પણ ફોન કરી રૂ 5 લાખની ખંડણી માગવામાં આવી હતી એક સાથે બે ખંડણીની પોલીસ ફરિયાદ દાખલ થતા પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી આ બનાવમાં પોલીસે આરોપી ધર્મભક્તિ સોસાયટીમાં રહેતા હર્ષિત બેચરભાઈ ઢેઢી, પ્રિન્સ જીતેન્દ્રભાઈ અઘારા અને યોગેશ રવીન્દ્રભાઈ પાવરાને અલગ અલગ સ્થળેથી ઝડપી લીધા હતા અને આરોપી પાસેથી બાઈક તેમજ ખંડણી માગવા માટે જે મોબાઈલથી ફોન કર્યા હતા તે ત્રણ ફોન જપ્ત કર્યા હતા.પોલીસે આ ઘટનામાં સંડોવાયેલ અન્ય આરોપીઓની પણ શોધખોળ હાથ ધરી છે

પોલીસે આ ઘટનામાં ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરતા ચોકાઉનરી વિગત સામે આવી હતી જેમાં મુખ્ય આરોપી હર્ષિત મૃતક સવજીભાઈની દુકાનમાં અવાર નવાર વસ્તુ લેવા જતો હોવાથી તેને સવજીભાઈ અને તેના પરિવાર વિશે જાણકારી ધરાવતા હતા તો પ્રિન્સ નામનો આરોપી અગાઉ ભારત રેફ્રીજરેટરમાં નોકરી કરતો હોવાથી તેના માલિક અશોકભાઈ મુછાળા પાસેથી કેટલા રૂપિયા મળશે તે અંગે જાણકારી હતી આરોપી હર્ષિત અને યોગેશ માસીયાઈ ભાઈ હોવાથી એક બીજાને જાણતા હતા અને હર્ષિતે જ આખુ કાવતરું ઘડ્યું હોવાનું સામે આવ્યું છે આ માટે તેને અને દમાં તેના પરિવાર પાસેથી ખંડણી માગવાનો હર્ષિત નામના આરોપીએ પ્લાન તેમના નંબર ખબર ન પડે તે માટે અલગ અલગ એપ્લીકેશન ડાઉનલોડ કરી હતી અલગ અલગ નબર પરથી ફોન કરતા તેઓ ફોન પર ખંડણી માગી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW