HomeGujaratહું રાજકારણમાં આવું,દરેક સમાજને સાથે રાખી કામ કરૂં એવો દલીત સમાજનો મત

હું રાજકારણમાં આવું,દરેક સમાજને સાથે રાખી કામ કરૂં એવો દલીત સમાજનો મત

સૌરાષ્ટ્ર દલિત સમાજના આગેવાનો રવિવારે ખોડલ માતાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા અને નરેશ પટેલ સાથે એક શુભેચ્છા મુલાકાત કરી હતી. ખોડલધામના આંગણે યોજાયેલી આ મુલાકાતમાં દલીત સમાજે એવો આગ્રહ રાખ્યો હતો કે, નરેશ પટેલ રાજકારણમાં એન્ટ્રી કરે. દલિત સમાજના આગેવાનોએ ખોડલધામ મંદિરે દર્શન કર્યા બાદ એક બેઠક નરેશ પટેલ સાથે કરી હતી. આ બેઠક બાદ નરેશ પટેલે કહ્યું કે, હું રાજકારણમાં આવું એવો દલિત સમાજનો ખાસ આગ્રહ છે. દરેક સમાજને સાથે રાખીને કામ કરૂ.

મારી દિલ્હી જવાની તારીખ હાલ નક્કી નથી. જોકે, આ બેઠકમાં કોંગ્રેસ કોંગ્રેસના નારા લાગ્યા હોવાની વાત સામે આવી છે. નરેશ પટેલે ઉમેર્યું કે, હું રાજકારણમાં આવું એવો ખાસ આગ્રહ દલિત સમાજનો છે. પણ મારી દિલ્હી જવાની તારીખ હાલ નક્કી નથી. જવાનો હોઈશ ત્યારે મીડિયાને ખાસ જાણ કરીશ. રાજનીતિમાં આવવાનો હાલ સમય નક્કી નથી અને દિલ્હી જવાનો સમય પણ હજુ પાક્યો નથી. જ્યારે પણ રાજકારણમાં જોડાવવા અંગેની તારીખ નક્કી થશે ત્યારે હું જાણ કરીશ. મીડિયા મારફતે પણ જાહેરાત કરીશ. રામનવમી હોવાથી મારા ઘણા કાર્યક્રમો છે. સૌરાષ્ટ્ર દલિત સમાજ આગેવાન સુરેશ બથવારે કહ્યું હતું કે સૌરાષ્ટ્રનો દલિત સમાજ તથા પટેલ સમાજ ખભેખભો મિલાવીને આવનારા દિવસોમાં ગુજરાત તેમજ આ દેશને નવી દિશા આપે. આ અમારો એજન્ડા છે. આ કામ અમે કરી રહ્યા છીએ. આ બેઠક પાછળનો અમારો મુદ્દો એટલો જ છે કે, ગુજરાતની પ્રજા ઘણા વર્ષોથી સામાજિક, આર્થિક એમ બધી રીતે પીડાઈ રહી છે. એ પીડામાંથી મુક્તિ આપવા માટે નરેશ પટેલને આહવાન કર્યું છે. આ સમગ્ર ગુજરાતની પ્રજા તમારી સાથે રહેશે. તમે રાજકારણમાં આવો અને ગુજરાતને આ બંદીઓમાંથી મુક્ત કરો. પીડામુક્ત કરો પ્રજાને.

બેઠકમાં મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા.

આ બેઠકમાં દલિત સમાજની એક આખી ટીમ હાજર હતી. જેણે નરેશ પટેલને અમારૂ એક મહત્ત્વન સમજાવ્યું હતું. હાલ તો નરેશ પટેલ અમારી સાથે ખભેખભો મિલાવીને ચાલી રહ્યા છે. અમે ખોડલધામ ખોડલ માતાના દર્શન કરવા માટે આવ્યા હતા. ગુજરાત રાજ્યને એક નવી દિશામાં લઈ જવા માટેની એક બેઠક થઈ હતી. અમે પાટીદાર સમાજના બીજા લોકો તેમજ ગુજરાતને એક નવી દિશા આપવા અંગે ચર્ચા કરી રહ્યા છીએ. નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવવા જોઈએ. વિકાસના કામ ગણાવીશ એ લીસ્ટ લાંબું થઈ જશે. અમે ચોક્કસ માનીએ છીએ કે, નરેશ પટેલ જેવી વ્યક્તિ કોંગ્રેસમાં જોડાય. જેથી ગુજરાત રાજ્યને એક નવી દિશા મળે. હાલમાં ગુજરાતમાં 5 હજાર પ્રાથમિક સ્કૂલ બંધ થઈ ગઈ છે. બધું સેલ્ફ ફાયનાન્સ સાથે ચાલે છે, પેટ્રોલ-ડીઝલ ખૂબ જ મોંઘા થયા છે. જોકે, આ પહેલા નરેશ પટેલે કોળી સમાજ સાથે આ જ પ્રકારની એક બેઠક કરી હતી. ગત રવિવારે કોળી સમાજના આગેવાન ખોડલધામ આવ્યા હતા. પછી એ ગ્રૂપના રાજુ સોલંકી સહિતના આગેવાનો, દિનેશ બાંભણીયા અને નરેશ પટેલે બંધ બારણે એક બેઠક યોજી હતી. એ પછી પણ નરેશ પટેલે કહ્યું હતું કે, બંને સમાજ એક થઈને ખભેખભો મિલાવીને કામ કરીશું. ગુજરાતનો વિકાસ બંને સમાજ ઈચ્છે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW