HomeGujaratભાજપના જ નેતાએ શિક્ષણતંત્ર પર સવાલ ઊઠાવ્યા, કેજરીવાલે કર્યું સામું ટ્વીટ

ભાજપના જ નેતાએ શિક્ષણતંત્ર પર સવાલ ઊઠાવ્યા, કેજરીવાલે કર્યું સામું ટ્વીટ

દેશની શિક્ષણ વ્યવસ્થા પર વિપક્ષ સમયાંતરે સવાલ કરે છે પણ હવે તો ભાજપના જ નેતાએ એજ્યુકેશન સિસ્ટમ સામે સવાલ ઊભા કર્યા છે. અમરેલી ભાજપના નેતા ભરત કાનાબારે એક ટ્વીટ કરને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. ભરત કાનાબારે કહ્યું હતું કે, ક કમળનો ક તો બરોબર ઘુટ્યો પણ ક્ષ શિક્ષણનો ક્ષ કોઈએ ભણાવ્યો જ નથી. દેશમાં શિક્ષણ એક કોમોડિટી બની ચૂક્યું છે. શિક્ષણ ખરીદનારા અને વેચનારા બંને બેશરમ છે.

ભરત કાનાબાર ભાવનગર જિલ્લાના હાલના ભાજપના પ્રભારી પદે છે. ભરત કાનાબારની ટ્વીટ પર કેજરીવાલે સામું ટ્વીટ કરતા મામલો ગરમાયો છે. ધો.10ના પેપરમાં ગેરરીતિ મામલે અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું હતું કે, ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ સારી નથી. ભાજપના 25 વર્ષના શાસનમાં શિક્ષણની સ્થિતિ કંગાળ અને અતિ ખરાબ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા સુધારશે. કેજરીવાલ સામે નિશાન સાધીને કાનાબારે કહ્યું કે, મારી ટ્વીટમાં આપેલો ફોટોગ્રાફ મૂળ બિહારનો છે. મૂળ મુદ્દો શિક્ષણમાં આવી ગયેલી બંદીઓનો રહ્યો છે. આ મામલે આમ આદમી પાર્ટીએ હરખાવા જેવું નથી.

હું ભાજપનો કાર્યકર્તા 35 વર્ષથી રહ્યો છું.રાષ્ટ્રવાદની વિચારધારા નસમાં છે. જ્યારે પણ ઊંઘમાંથી ઊઠાડીને પૂછશો તો હું ક કમળનો ક જ બોલીશ. કાનાબારે વળતો જવાબ આપી દેતા મામલાને શાંત કરવાના પ્રયાસ થઈ રહ્યા છે. પછી આ વંટળો શાંત થતા સોશિયલ મીડિયા પર એજ્યુકેશનને લગતી ચર્ચા શરૂ થઈ હતી. જોકે, ભરત કાનાબારે પોતાની ટ્વીટમાં ક્યાંય ગુજરાતના શિક્ષણનો ઉલ્લેખ નથી કર્યો. એવી ચોખવટ કરીને જૂનું ડીલિટ કરી નાંખ્યું હતું.

થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટી નેતા મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને ટ્વીટર પર યુદ્ધ શરૂ કર્યું હતું. દિલ્હીના મોડલનો વિરોધ થતા જ ભાજપ અને આમ આદમી પાર્ટી સામસામે આવી ગયા હતા. પડકાર અને લલકારનો માહોલ શરૂ થતા મનીષ સિસોદિયાને રોકડું પરખાવી દેવાની ઉતાવળમાં શિક્ષણમંત્રીએ પણ બાફી માર્યું હતું.

ટોણો આમ આદમી પાર્ટીને મારવાનો હતો એમાં શિક્ષણમંત્રી ખુદ જ ટ્રોલ થઈ ગયા હતા. સવાલ એ પણ છે કે, સતત ગુજરાતના શિક્ષણ સામે શા માટે સવાલ થઈ રહ્યા છે? પણ હકીકત તો એવી છે કે, એજ્યુકેશન મોડલના બેનર બેઠળ બંને પક્ષના નેતાઓ આખલા યુદ્ધ જેવી આક્ષેપબાજી કરી રહ્યા છે. જેની ચર્ચા શિક્ષણલોબીમાં થઈ રહી છે. હાલમાં ગુજરાતમાં શિક્ષણને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. હવે દેશની શિક્ષણ વ્યવસ્થા પર ભાજપના જ એક નેતાએ સવાલ ઉઠાવતા મુદ્દો ગરમાયો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW