HomeGujaratCentral Gujarat30,000 શિક્ષકોએ સરકારની સામે બાંયો ચડાવી, કહ્યું બોર્ડના પેપર નહીં તપાસીએ

30,000 શિક્ષકોએ સરકારની સામે બાંયો ચડાવી, કહ્યું બોર્ડના પેપર નહીં તપાસીએ

રાજ્યમાં બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ધો.10 અને 12ની કસોટી શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થવામાં છે. પણ વખતે શિક્ષકો અને સરકાર વચ્ચેની લડાઈમાં પરિણામમાં મોડું થઈ શકે છે. રાજ્ય શિક્ષણસંઘે પોતાની પડતર માંગણીઓને લઈને રાજ્ય સરકાર સામે બાંયો ચડાવી છે. રાજ્યના 30,000થી વધારે શિક્ષકોએ બોર્ડના વિદ્યાર્થીઓના પેપર ચેક કરવાની ના પાડી દીધી છે. પણ શિક્ષકોની પડતર માંગ ન સંતોષાતા એની અસર બોર્ડના પરિણામ પર થઈ શકે છે.

શિક્ષકોએ પેપર ચેક કરવાનો બહિષ્કાર કર્યો છે. શિક્ષકોના પડતર પ્રશ્નોનો નિકાલ ન થતા શૈક્ષણિક સંઘોએ બોર્ડની પરીક્ષાના પેપર ચેક કરવાનો ઈન્કાર કરી દીધો છે. જો સરકાર આ મામલે કોઈ નીવેડો નહીં લાવે તો શૈક્ષણિક સંઘ પોતાની વાત પર કાયમ રહેશે. જેના કારણે પેપર મુલ્યાંકનની કામગીરી પર અસર થઈ શકે છે. મહત્વનું એ છે કે ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિએ મુખ્યમંત્રી, નાણાંમંત્રી અને શિક્ષણ મંત્રીને પોતાની આ માંગને લઈને એક આવેદનપત્ર આપીને આગામી બોર્ડ પરીક્ષાની ઉત્તરવહી મૂલ્યાંકન કામગીરીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી લીધી છે. શૈક્ષણિક સંઘે રજૂઆત કરી છે કે છેલ્લા પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરી સળંગ ગણવા, ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલના શિક્ષકો માટે પરિપત્ર કરાયો હજુ સુધી કરવામાં આવ્યો નથી. પહેલા વિદ્યા સહાયકો અને હવે બોર્ડની ઉત્તરવહીને તપાસતા શિક્ષકો સરકારની કામગીરી સામે ખુશ નથી. ખાસ કરીને આર્થિક મામલે કોઈ નિર્ણય ન લેવાતા શિક્ષકો સરકાર સામે પડ્યા છે. બોર્ડના વિદ્યાર્થીઓની ઉત્તરવહીનું મુલ્યાંકન નહીં થાય પરિણામમાં અસર થશે. પરિણામ મોડું આવશે તો એડમિશન માટેની પ્રક્રિયામાં મોડું થઈ જશે. જેના કારણએ કૉલેજના અભ્યાસક્રમને માઠી અસર થશે. આમ પણ કૉલેજમાં અભ્યાસક્રમને કોરોના વખતે અભ્યાક્રમમાં નિશ્ચિત કોર્ષ કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ વિદેશમાં અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓને પણ સીધી અસર થઈ શકે છે.

શૈક્ષિક સંઘોની શું છે માંગણી ?
આચાર્યો અને વહિવટી કર્મચારીઓને એલટીસીનો રોકડ વિકલ્પનો લાભ આપવામાં આવે
સાતમા પગાર પંચના એરિયર્સના બાકી હપ્તા ચુકવવામાં આવે
એક એક વર્ગની શાળામાં 3 શિક્ષક અને 1 આચાર્યનું મહેકમ આપવામાં આવે
7મુ પગાર પંચના બાકી રહેલા હપ્તા ચૂકવવામાં આવે
બિન સૈક્ષણિક કર્મચારીઓની બઢતી તથા ભરતી કરવામા આવે
પરિણામ આધારિત ગ્રાન્ટ આપવામાં આવે તે નિયમ દૂર થાય
પાંચ વર્ષની નોકરી સળંગ ગણવામાં આવે
જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,340SubscribersSubscribe

TRENDING NOW