રાજકોટમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે પત્રકારોને મહત્ત્વના સવાલના જવાબ આપ્યા હતા. પત્રકારે સવાલ કર્યો હતો કે,સમાજ કહેશે કે, રાજકારણમાં જોડાઈ જોવ તો કઈ પાર્ટીમાંથી એન્ટ્રી કરશો?અત્યારે કહેવું અઘરૂ છું. સરકારે કેસ પાછા ખેંચ્યા એટલે આવો છો. સરકારે મને જ્યારે દોઢ વર્ષ પહેલા મને પ્રોમીસ આપ્યું હતું કે, કેસ પાછા ખેંચાશે.
સર્વે કરીને ક્યા પક્ષમાં જવું એ હું લોકોને પૂછી રહ્યો છું. સૌરાષ્ટ્રના ગામમાં આ સર્વે થયો છે. બેઝિક જરૂરિયાત શું છે એના પર ધ્યા આપીને કામ કરવામાં આવે એ મારી પ્રાથમિકતા છે. સરદાર પટેલ ભવન સાથે આ પત્રકાર પરિષદનું આયોજન કરાયું છે. આખા ગુજરાતમાં એક ટીમ સર્વે કરી રહી છે. સમાજના અગ્રણી સુધી પહોંચીને એના મંતવ્યો લે છે. ચોક્કસ પરિણામ આવી જાય પછી નિર્ણય લેવાશે. હજું દરેક જિલ્લામાં પ્રવાસ પૂરો થયો નથી. મને થોડો સમય આપો. આ કોઈ પત્રકાર પરિષદ નથી. હું દરેક પ્રશ્નોના જવાબ આપવા આવ્યો છું.
કેવી રીતે આ સર્વે થાય છે? સર્વેમાં કેટલા સમાજનો સમાવેશ?
નરેશ પટેલે કહ્યું કે, અમારૂ એક નેટવર્ક છે ખોડલધામનું. જિલ્લાથી તાલુકા અને તાલુકાથી ગામડા સુધીનું એક નેટવર્ક છે. એમાં એક જિલ્લા કન્વીનર, તાલુકા અને પછી ગામના કન્વીનર હોય છે. એની નીચે એક સમિતી હોય છે. જે ઘરે ઘરે જઈને ખોડલધામની આ વાત કરે છે. નરેશભાઈનો આવો વિચાર છે. એટલે લોકોને પૂછાય છે કે, નરેશ પટેલને આગળ વધવું જોઈએ કે ન વધવું જોઈએ. આ લાંબી પ્રોસેસ છે. દરેક ગામની અંદર જે મુખ્ય સમાજ હશે એ દરેક સમાજ પાસે ખોડલધામ સમિતી જઈ એનો સંપર્ક કરીને એનું મંતવ્ય લેશે. દરેક સમાજ પાસે અમારી કમિટી પહોંચીને મંતવ્ય જાણે છે
કેટલા સમય સુધી ચાલશે સર્વે? વિધાનસભાની ચૂંટણી પહેલા? કેટલો સર્વે થયો?
હજું થોડી વાર તો લાગશે. સમય હું આપીશ તો ફરીથી એ સમય નજીક આવશે એમ તમે અમારો સંપર્ક કરશો. એપ્રિલના મધ્યમાં કે એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં આ પરિણામ આવી જશે. સર્વે પૂરો થઈ જાય એવી આશા છે. સર્વે આ સૌરાષ્ટ્રના ખૂબ ઓછા ગામનો પૂરો થયો છે. અત્યાર સુધી તો ખૂબ જ મિશ્રિત પરિણામ આવ્યા છે. જે અગાઉ પણ મેં કહેલા,
પ્રશાંત કિશોરને મળ્યા છો? પ્રશાંતને કારણે કોંગ્રેસમાં આવવાનું અટકે છે?
પ્રશાંત કિશોરને મળવાનું થયું એમાં કોઈ બેમત નથી. પણ હું હમણા નથી મળ્યો. લાંબા સમય પહેલા હું એને મળ્યો હતો. એ એક જુદો વિષય હતો. રાજકારણમાં આવવું હોય તો ખોડલધામના ચેરમેન પદેથી રાજીનામું દેવું પડે એવું ટ્રસ્ટનું બંધારણ છે. હું પ્રશાંત કિશોરને ઘણા સમયથી ઓળખું છું. જ્યારથી એ ગુજરાતનું કામ કરતા ત્યારથી મારો એની સાથે સંપર્ક છે. ક્યારેક વાતચીતની આપલે થતી હોય છે.
ચૂંટણી નજીક આવતા તમારા નામના ગીત ગવાય છે આવું કેમ?
ગીત તો લગ્નમાં ગવાય ચૂંટણીમાં નહીં. આ તો લોકોની લાગણી છે. બે લાગણી છે લોકોની. હું દરેક સમાજની વાત કરૂ છું. માત્ર પટેલ સમાજની વાત નથી. જેટલા ફોન ઉપાડું છું. જેટલા લોકોને મળું છું જેટલા મારા સંપર્કમાં આવે છે. વડીલોથી લઈને યુવાનો સુધી એમાં બે વાત સામે આવે છે. એક વર્ગ એવું કહે છે કે, તમે જે જગ્યા પર છો એ જગ્યા ઘણી સારી છે તમારે ન જવું જોઈએ. એક વર્ગ એવું કહે છે કે, તમારા જવાથી તમે ઘણો સુધારો કરી શકો એમ છો. તમારે રાજકારણમાં આવવું જ જોઈએ. આ એક વ્યથા છે. જે માટે હું સમય માંગું છું.

પરિવાર રાજી છે?
બિલકુલ મારો પરિવાર રાજી જ છે. હું એવી કોઈ ગણતરી કરતો જ નથી કે, કર્યો વર્ગ મોટો છે. ક્યા સમાજ કે વર્ગનું મતદાન મોટું છે. કોઈ ગામે પાટીદાર વધારે હોય તો કોઈ ગામે કોળી સમાજ વધારે હોય. કોઈ ગામે ભરવાડ સમાજ મોટો હોય. આ પ્રમાણે હું કામ કરૂ છું. એ લોકોનું સજેશન લેવાશે.
શિવરાજ વિશે શું કહેશો? તમારી વ્યક્તિગત ઈચ્છા કહેશો?
એ તો શિવરાજની વ્યક્તિગત ઈચ્છાની વાત છે. હું ક્યારેય એમાં વચ્ચે નહીં પડું. એને જ્યારે જવું હશે એને હું ત્યારે છૂટ આપીશ. કઈ પાર્ટીમાં જવું છે એની હું સમય આવતા વાત કરીશ. ત્રણેય પાર્ટીના નેતાઓ મારા સંપર્કમાં છે. હું દરેક સાથે બેસીને વાતચીત કરૂ છું.
સેવા કરવા માટે રાજકારણમાં જોડાવું જરૂરી?
આ વાત હું અમુક અંશે માનું છું. સાચી વાત છે રાજકારણમાં સેવા હેતું જોડાવવું જોઈએ. હું જોડાવવા ઈચ્છું છું. ઘણા લોકો મારી એવી ચિંતા કરે છે કે, જે કામ હું અત્યારે કરૂ છું એ કામ રાજકારણમાં જવાથી રખડી પડશે. એના સંદર્ભે હજું રાહ જોઈએ. રાજકીય પક્ષો અંગે હું સમય આવ્યે વાત કરીશે. રાજકારણમાં પણ રહું અને ચેરમેન તરીકે પણ કામ કરૂ એ તો આ બેઠેલા લોકો નક્કી કરે. હું નહીં. હું મારા નિયમ અનુસાર ચાલીશ. મારા પછી ખોડલધામ કોણ સંભાળશે એ તો ટ્રસ્ટી મંડળનો નિર્ણય હોઈ શકે, મારો નહીં. હું બોલી ન શકું.
વહેલા જાગવાની જરૂર હતી એવું લાગે છે? PMથી લઈને પટ્ટાવાળા સુધી પટેલ હોવા જોઈએ શું કહેશો?
જી ના, સમય બરોબર છે. દરેક લોકોનો પોતાનો એક અભિપ્રાય હોય છે. આમા તો બીજુ શું. હું આ બાબતે કોઈ કોમેન્ટ ન કરી શકું. પીએમ કે પટ્ટાવાળા સુધીની કોઈ વાત અગાઉ લગભગ મેં કહી નથી.

