વિધાનસભાની ચૂંટણી પહેલા દરેક સમાજ સક્રિય થઈ રહ્યો છે. પહેલા રાજકોટમાં પાટીદાર સમાજની બેઠક થઈ. પછી કોળી સમાજ, પછી રાજપૂત કરણી સેના અને હવે કોળી સમાજની બેઠકનો ધમધમાટ શરૂ થયો છે. ચૂંટણી પહેલા કોળી સમાજનું રાજકારણ ગરમાયું છે. કોળી સમાજના આગેવાનો જુદા જુદાઓમાં પોતાના સમાજની બેઠક કરી રહ્યા છે. રાજકોટની બેઠકમાં થયેલી હુંકાર બાદ હવે આણંદની બેઠકમાંથી હુંકાર થયો છે.
આણંદના તારાપુરમાં યોજાયેલી કોળી સમાજની બેઠકમાં મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો એકઠા થયા હતા. 20 ટકા અનામત આપવાની માગ સાથે, કોળી ઠાકોર નિગમમાં રૂ.500 કરોડની ફાળવણી કરવા તેમજ માંધાતાત દેવ (કોળી સમાજના આરાધ્ય દેવ)ની જગ્યા માટેની માંગ કરવામાં આવી છે. આ સિવાય મહાનગરમાં હોટેલ બનાવવા માટેની જગ્યાની પણ માંગ કરવામાં આવી છે. આણંદમાં યોજાયેલી આ બેઠક બાદ એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કોળી સમાજના આગેવાનોએ કહ્યું કે, જે પક્ષ અમારી આ માંગને સ્વીકારશે વિધાનસભા ચૂંટણીમાં આખો સમાજ એની પડશે ઊભો રહેશે. રાજકોટની એક જાણીતી હોટેલમાં કોળી સમાજની બેઠક બાદ આણંદના તારાપુરમાં મોટી બેઠક યોજાઈ હતી. આ બેઠક બિનરાજકીય હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પણ હકીકત તો રાજકીય રીતે સમાજનું દબાણ ઊભું કરી રાજકીય તાપમાન વધારવાનો હેતું છે. સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે, અમારા સમાજને વારંવાર અન્યાય થયો છે. અને થઈ રહ્યો છે. હકીકત એવી પણ છે કે કોળી સમાજના બાહુબલી ગણાતા આગેવાન બાવળીયા આ સમિતીથી અળગા રહ્યા છે.

આ ઉપરાંત કોઈ મોટા આગેવાન કે સમાજના રાજકીય નેતાને કોઈ પ્રકારનું આમંત્રણ દેવાયું ન હતું. બેઠકનો ધમધમાટ જોતા એવું કહી શકાય છે કે, દરેક સમાજને પોતાનું એક રાજકીય પ્રભુત્વ જોઈએ છે. હવે આ પ્રભુત્વની ચાહમાં એક જ સમાજના લોકો વચ્ચે પણ ફાંટા પડતા દેખાઈ રહ્યા છે. કોળી સમાજને હજું પણ એક મોટી વોટબેંક માનવામાં આવે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના કોળી સમાજમાં બે ફાટા પડ્યા છે. જેમાં એક કુંવરજી બાવળિયા અને બીજા દેવજી ફતેપરાની રાજકીય લડાઈ વચ્ચે સમાજે એમને બાકાત કરી પોતાનો રસ્તો નક્કી કર્યો છે.
પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ કોળી સમાજનું સંમેલન બોલાવવાની જાહેરાત કરતા કેટલાક મુદ્દાઓના જવાબ દેવાનું ટાળ્યું છે.

