માર્ચ મહિના પૂર્ણ થતા વેપારીઓનું હિસાબી વર્ષ પૂર્ણ થતું હોય છે. વેપારીઓ નવા વર્ષ શરુ થતા પહેલા હિસાબ ક્લીયર કરવા મથામણ કરતા હોય છે.ત્યારે મોરબીના એપીએમસીમાં પણ માર્ચ એન્ડીંગને ધ્યાને લઇ હરરાજી બધ કરવામાં આવ્યો છે અને તેના ભાગરૂપે તા.૨૫ માર્ચમાં સવારે 10 વાગ્યા સુધી માલની આવક થવા દેશે.જયારે 26મી પેન્ડીગ માલની હરરાજી થશે નવાં માલની આવક બંધ કરવામાં આવશે જે છેક તા ૩ એપ્રિલથી ફરી નવા માલની આવક શરુ થઈ જશે અને તા 4 એપ્રિલથી ફરી રાબેતા મુજબ હરરાજી શરુ થઇ જશે.મોરબી ઉપરાંત રાજ્યના તમામ યાર્ડ પણ બંધ રહેશે અને અનુકુળતા મુજબ હરરાજી ફરી શરુ કરશે.

હાલ ખેડૂતોને આ રજાના દિવસો દરમિયાન પોતાની જણસ ન લાવવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન વાઈસ ચેરમેન દ્વારા અપીલ કરાઈ છે

