HomeGujaratમોરબીની યુવા આર્મીએ 5 બોટલ નેગેટીવ બ્લડગ્રુપની વ્યવસ્થા કરી દર્દીનો જીવ બચાવ્યો

મોરબીની યુવા આર્મીએ 5 બોટલ નેગેટીવ બ્લડગ્રુપની વ્યવસ્થા કરી દર્દીનો જીવ બચાવ્યો

બ્લડની ઈમરજન્સી એટલે યુવા આર્મીથી ઓળખાતા યુવા આર્મી ગ્રુપે તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી હતી
આપણે જાણીએ છીએ કે નેગેટિવ બ્લડ ગ્રુપ મળવુ‌ ખૂબ જ જટિલ હોય છે અને મર્યાદિત લોકો નેગેટિવ બ્લડ ગ્રુપ ધરાવતા હોય છે અને તેમાંથી પણ લિમિટેડ લોકો જ બ્લડ ડોનેશન કરવા માટે સક્ષમ હોય છે ત્યારે કોઈવાર આવા નેગેટિવ બ્લડ ની જરૂરીયાત ઉભી થઈ જતા ઓપરેશન અટકી પડે છે ને દર્દીઓ થી લઈને ડોક્ટર પણ મુશ્કેલીમાં મુકાઇ જાય છે.
પરંતુ મોરબીમાં 2018 થી યુવા આર્મી ગ્રુપ પોતાના હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશનના ધ્યેય સાથે કાર્યરત છે અને દિવસ હોય કે રાત લોકોની ઈમરજન્સી બ્લડની જરૂરીયાત પુરી પાડવા ખડેપગે રહે છે અને હજારો લોકો ને રક્તદાન રૂપી જીવનદાન આપી ચુક્યુ છે
આવી રીતે જ ગઈકાલે મોરબીની આયુષ તથા રાધેક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા દર્દીઓ માટે બી નેગેટિવ બ્લડ ની તાત્કાલિક જરૂરીયાત ઉભી થઇ ગઈ હતી. જેની‌ જાણ બ્લડ બેંક દ્વારા યુવા આર્મી ગ્રુપ ને કરવામાં આવતા યુવા આર્મી ગ્રુપ ના સભ્યો દ્વારા તાત્કાલિક બી નેગેટિવ બ્લડ ની 5 બોટલ બ્લડ ની વ્યવસ્થા કરવામાં આવી હતી જે બદલ દર્દી ના પરિજનો દ્વારા યુવા આર્મી ગ્રુપ નો‌ આભાર વ્યક્ત કર્યો હતો ચાલુ મહિનામાં જ યુવા આર્મી ગ્રુપ દ્વારા મોરબીમાં સારવાર માટે આવેલા દર્દીઓ માટે અઅલગ અલગ બ્લડ ગ્રુપ મળીને 18 બોટલ નેગેટિવ બ્લડ ની વ્યવસ્થા કરવામાં આવી હતી
રક્તદાન રુપી સેવા કાર્યમા જોડાવા માટે કે બ્લડ ની ઈમરજન્સી જરૂરીયાત માટે 24/7 હેલ્પલાઈન નંબર 93493 93693 પર સંપર્ક કરવા પિયુષભાઈ બોપલીયાએ જણાવ્યુ છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,600SubscribersSubscribe

TRENDING NOW