HomeGujaratCentral Gujaratઘરમાં જઈને મહિલાના કપડા ફાડ્યા, બહેનની છેડતી કરનારનું બે ભાઈઓએ ઢીમ ઢાળી...

ઘરમાં જઈને મહિલાના કપડા ફાડ્યા, બહેનની છેડતી કરનારનું બે ભાઈઓએ ઢીમ ઢાળી દીધુ

અમદાવાદ શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલા રેવડી બજારમાંથી ધોળા દિવસે યુવાનની ઘાતકી હત્યાનો કેસ સામે આવ્યો છે. એક યુવાનની હત્યા કરીને આરોપીઓ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયા હતા. પરિણીતાની છેડતીની ફરિયાદના મામલે જાહેરમાં એક યુવકને રહેંસી નાંખવામાં આવ્યો. જેમાં પોલીસે બે વ્યક્તિઓની ધરપકડ કરી લીધી છે. અમદાવાદની કાલુપુર પોલીસે આ બંને આરોપીઓ સામે ગુનો નોંધીને કાયદેસરના પગલાં લીધા છે.

મૃતક મુજફ્ફર ઉર્ફે ડુમ્મપાકએ મહિલાના ઘરમાં જઈને છેડતી કરી હતી. જ્યાં તેણે શાહપુરની એક પરિણીતાના ઘરમાં જઈને એના કપડા ફાડીને ખોટી રીતે અત્યાચાર કર્યો હતો. જેથી મહિલાએ મુજફ્ફર ઉર્ફે ડુમ્મપાક અને તેના મિત્ર સહેજાદખાન ઉર્ફે એસ.કે.ફિરોઝખાન પઠાણ સામે મારામારી તથા છેડતીની પોલીસ ફરિયાદ કરી હતી. જેમાં સ્પષ્ટતા કરી હતી કે, બંને આરોપીઓએ ધમકી આપી હતી. આ ફરિયાદની અદાવતને ધ્યાને રાખીને મૃતકને આરોપી સફાન અને સોહેલે જાહેરમાં રોડ પર છરીના ઘા મારીને મુજફ્ફર હત્યા કરી દીધી હતી. જ્યારે આરોપીઓ ત્યાં આવ્યા ત્યારે ત્રણેય વચ્ચે જોરદાર તકરાર થઈ હતી. મૃતક મુજફ્ફર રીક્ષા ચલાવીને પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવતો.

અચાનક હત્યા થતા પરિવાર પર આભ ફાટ્યું હોય એવો માહોલ જોવા મળ્યો. આરોપીની બહેન સાથે છેલ્લા 6 મહિનાથી સંબંધ રાખવા માટે દબાણ કરતો હોવાનું પોલીસ તપાસમાંથી સામે આવ્યું છે. 22 ફેબ્રુઆરીના રોજ મહિલા તેના ઘરે બાળકો સાથે હતી ત્યારે મુજફ્ફર રીક્ષા લઇને આવ્યો. પછી એના ઘરમાં જઈ સીધી મહિલા સાથે બાથ ભીડી લીધી હતી. જેના કારણે મહિલાના ઘરના બે ભાઈઓ ગુસ્સે ભરાયા હતા. હું મને બહું પસંદ છે એવું કહીને બળજબરી કરવા લાગ્યો, મહિલાના કપડાં ફાંડી નાંખી લાફાવાળી પણ કરી હતી.

આ ઉપરાંત મૃતકે એવી ધમકી ઉચ્ચારી હતી કે, મારી સાથે સંબંધ નહીં રાખે તો તારા પતિ અને ભાઈની હત્યા કરી દઈશ. જેથી આરોપીઓએ મજફ્ફરને પતાવી દેવા માટે પ્લાન બનાવી નાંખ્યો. જ્યારે તેમે સફાન સાથે માથાકુટ શરૂ કરી ત્યારે સોહેલે હત્યા કરી હતી. જોકે, આરોપી સોહેલ સામે ચેઈન સ્નેચિંગ, મારામારી પણ ગુના પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે. જ્યારે મૃતક મુજફ્ફર સામે પણ અપહરણ તથા પ્રોહિબિશનના ગુના પણ થયેલા છે. બંને પક્ષે ગુનાહિત ઈતિહાસ છે. હાલમાં કાલુપુર પોલીસે આ કેસમાં સોહેલ અને સફાનની કાયદેસર રીતે ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી દીધી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW