મોરબીના શનાળા ગામ નજીક આવેલા પાણી ભરેલા એક મોટા કુવામાં ગુરુવારે મોડી રાતના પડી ગયો હતો.જે અંગે સ્થાનિકોએ ફાયર વિભાગમાં જાણ કરતા મોરબી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગયા હતા અને યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો મૃતકની ઓળખ કરતા જીતેન્દ્રસિંહ કપિલસિંગ ચંદ્રવંશી હોવાનું સામે આવ્યું હતું બનાવ બાદ મૃતકને પીએમ અર્થે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.પ્રાથમિક તપાસમાં મૃતકે આપઘાત કર્યો હતો જોકે ક્યાં કારણસર આ પગલું ભર્યું તે સામે આવ્યું ન હતું બનાવ અંગે એ ડીવીઝન પોલીસે એડી મોત નોધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

