HomeGujaratરાજ્યના આ ત્રણ તાલુકામાંથી પસાર થશે ચતુર્ભુજ નેશનલ હાઈવે, ગ્રામ્ય પંથકને થશે...

રાજ્યના આ ત્રણ તાલુકામાંથી પસાર થશે ચતુર્ભુજ નેશનલ હાઈવે, ગ્રામ્ય પંથકને થશે લાભ

બનાસકાંઠા જિલ્લાના થરાદથી મહાનગર અમદાવાદને જોડતો ગોલ્ડન ક્વોડ્રિલેટરલ ચતુર્ભુજ નેશનલ હાઈવે મહેસાણા, વિસનગર તથા ઊંઝા તાલુકાઓમાંથી પસાર થશે. એટલે આ પંથકનાન તમામ ગ્રામ્ય પંથક અને નગરના લોકોને મહાનગર અમદાવાદ સુઘી જવા માટે સરળતા રહેશે. નેશનલ હાઈવે ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત આ પ્રોજેક્ટના નિર્માણ માટે 34 ગ્રામ્ય વિસ્તારની જમીનનું અધિગ્રહણ કરાશે. ઉત્તર ગુજરાતના મહેસાણા તાલુકાના 17, વિસનગર તાલુકાના 11 અને ઊંઝા તાલુકાના 6 ગામડાંના ખેડૂતોની જમીન સંપાદિત કરવા પગલાં લેવાશે.

આ મહત્ત્વકાંક્ષી રાષ્ટ્રીય યોજનાથી 10 કિમીના અંતરે આવેલા વિસ્તારના દરેક સર્વિસ રોડનો વિકાસ થવાની પૂરી શક્યતાઓ છે. જોકે, આ પ્રોજેક્ટથી ખેડૂતોને પોતાની ખેતિલાયક જમીન ગુમાવવાનો વારો આવશે. આ એક રાષ્ટ્રીય યોજના છે. જેના કારમએ ટ્રાફિક નિયમન સારી રીતે થશે. અન્ય નેશનલ હાઈવે પર સર્જાતી ટ્રાફિકની મુશ્કેલીઓનો અંત આવશે. મહેસાણામાંથી આ હાઈવેની ગોળાઈ પસાર થશે. અર્ધચંદ્રકારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ આવશે. દરરોજ બીજા હાઈવે પર ઊભો થતો ટ્રાફિક આ રસ્તો બની જવાથી ડાઈવર્ટ થવાની પૂરી શક્યતા છે. જ્યારે પણ આ હાઈવે તૈયાર થઈ જશે ત્યારે અહીંથી પસાર થતા વાહનોને ફાયદો થશે. અન્ય રસ્તાઓ પર જવાના બદલે અહીંથી પસાર થતા ફ્યૂલની પણ બચત થશે. વાહનવ્યવહારમાં પણ ગતિ આવશે. નિયત સ્થળ સુધી પહોંચવા માટે માનવશ્રમ અને સમય બંને ઘટશે. જોવાનું એ રહે છે કે, આ સમય પૂરો થતા કેટલો સમય લાગે છે. આ ઉપરાંત વૈકલ્પિક વ્યવસ્થાના ભાગ રૂપે તૈયાર થતા ડાઈવર્ઝન કેટલા સમય સુધી પરેશાન કરશે.?

આ રાષ્ટ્રીય રાજમાર્ગ તૈયાર થતા મહેસાણા, વિસનગર અને ઊંઝા શહેરને સીધો ફાયદો થશે. આ ઉપરાંત અન્ય પાસાઓનો પણ તીવ્ર ગતિએ વિકાસ થશે. આ વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમ, શૈક્ષિણિક સંસ્થાઓ તથા વેપારીવર્ગને આનાથી મોટો ફાયદો થશે. મહેસાણા જિલ્લામાંથી પસાર થઈ બાયપાસ હાઈવેના નિર્માણ માટે સંપાદીત કરાયેલી જમીનના વળતર માટે હજું પણ ખેડૂતો સંઘર્ષ કરી રહ્યા છે. ત્યારે આ યોજના થકી હજુ ખેડૂતોને કેટલી રાહ જોવી પડશે એ જોવાનું છે. નર્મદા યોજનાની નહેર અને સુજલામ સુફલામ કેનાલમાં 20 વર્ષ પહેલા જમીન ગુમાવનાર ખેડૂત હજુ પણ એના વળતરથી વંચિત છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW