ગુજરાતના અરબી સમુદ્રમાં અવાર નવાર ડોલ્ફિન અને વ્હેલ માછલી જોવા મળતી હોય છે. ત્યારે પોરબંદર નજીકના અરબી સમુદ્રમાં ડોલ્ફિન માછલીના એક સમૂહે મનમોહક કરતબો કરતા માછીમારી કરવા જઈ રહેલા માછીમારોએ આ સમગ્ર ઘટનાને મોબાઈલમાં કેદ કરી હતી.

ડોલ્ફિનને કરતબો જોવા માટે સામાન્ય માણસો અનેક રૂપિયા ખર્ચતા હોય છે અને પ્રવાસો કરવા માટે પણ તૈયાર હોય છે. પરંતુ આ દ્રશ્યો પોરબંદરના માછીમારોને નિઃશુલ્ક જોવા મળ્યું હતું. સોશયલ મીડિયામાં વાઈરલ થયેલા વીડિયોમાં સમુદ્રમાં ડોલ્ફિનનું એક સમુહ ડુબકી મારતી જોવા મળી રહી છે. ડોલ્ફિન પાણીમાં શ્વાસ લેવા માટે પાણીની બહાર આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવનગર જિલ્લા ઘોઘા બંદરે બે માસ પહેલા સ્વદેશી ડોલ્ફિન માછલીનું એક વિશાળ સમુહ જોવા મળ્યું હતું. રજાની મજા માણવા માટે આવેલા અનેક લોકોએ આ સમુદ્રી શાંતિદુતને નીહાળી રોમાંચિત થઈ ગયા હતા. આ ઉપરાંત સોમનાથ, દ્વારકા, પોરબંદર, માંગરોળ, ચોરવાડ સહિતના અરબી સમુદ્રમાં છાશવારે ડોલ્ફિન તેમજ વ્હેલ માછલી જોવા મળતી હોય છે.

