HomeGujaratવિરાટે આક્રમક અંદાજમાં એવું તે રોહિતને શું કહ્યું કે, ચાહકો ખુશ થઈ...

વિરાટે આક્રમક અંદાજમાં એવું તે રોહિતને શું કહ્યું કે, ચાહકો ખુશ થઈ ગયા

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે અમદાવાદમાં રમાયેલી મેચમાં બન્યુ એવું કે 22મી ઓવરના 12મા બોલ પર વેસ્ટ ઈન્ડિઝ બેટર બ્રુક્સ 12 રને બેટિંગ કરી રહ્યો હતો. ચહલની ઓવરમાં એમ બોલ પર એડ્જ અડી અને વિકેટકિપર રિષભ પંતે કેચ કર્યો પણ અમ્પાયરે તેને નોટઆઉટ આપ્યો. રોહિત અને પંત મુંઝવણમાં હતા કે બેટ્સમેનને બોલ બેટને અડ્યો છે કે જમીન પર અડીને અવાજ આવ્યો હતો. તેઓ જ્યારે વાતચીત કરી રહ્યા હતા કે તરત જ ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી આક્રમક અંદાજમાં આવીને વર્તમાન કેપ્ટન રોહિત શર્માને કહ્યુ ‘રોહિત બેટ લગા હૈ’ અને રોહિત શર્માને DRS લેવાનું કહ્યું.

અને રોહિત શર્માએ DRS લેતા સ્પષ્ટપણે જોવા મળ્યું કે બેટ પર જ એડ્જ અડી છે અને થર્ડ અમ્પાયરે બેટરને આઉટ આપ્યો. આમ, કોહિલી અને રોહિત વચ્ચે જે વિવાદોની વાત ચાલી રહી છે આવી ઘટનાઓ આવા વિવાદોની વાત ખોટી સાબિત કરે છે. ક્રિકેટ ચાહકો બંને વચ્ચેની આવી કેમેસ્ટ્રી જોઈને ખૂબ ખુશ થયા હતા.

રોહિત શર્માની ઘણી મદદ કરતો પણ જોવા મળ્યો હતો. તેણે રોહિતને ફિલ્ડીંગ સેટ કરવાની સલાહ પણ આપી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. રોહિતે રિવ્યુ લીધો ત્યારે આ દરમિયાન વિરાટ કોહલી પણ પોતાનો અભિપ્રાય આપતો જોવા મળ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW