રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યોછે. ત્યારે આજે મળેલી કેબિનેટ બેઠકમાં નવી એસઓપીમાં કેટલાક ફેરફાર કરવાની ચર્ચા થઈ હતી. જેમાં લગ્નોમાં સંભ્યોની સંખ્યા, ઓફલાઈન શિક્ષણ તથા નાઈટ કર્ફ્યુમાં છુટછાટ આપવા મુદ્દે ચર્ચા થઈ છે. જેની જાહેરાત ટુંક સમયમાં જ કરાશે.

આગામી 5 ફેબ્રુઆરીએ વસંતપંચમીના દિવસે વ્યાપક પ્રમાણમાં લગ્નપ્રસંગો હોય તેને ધ્યાને રાખીને લગ્નોમાં સભ્યોની સંખ્યાના નિયમોમાં ફેરફાર કરી શકે છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં કોરોનાના કેસો સતત ઘટી રહ્યાં છે તથા સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે મળેલી કેબિનેટ બેઠકમાં નાઈટ કર્ફ્યુ, લગ્નપ્રસંગોમાં મહેમાનોની સંખ્યા સહિતના નિયમો હળવા કરવા માટે વિચારણા કરાઈ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અત્યારે 8 મહાનગર ઉપરાંત 19 નગરોમાં આગામી 4 ફેબ્રુઆરી સુધી દરરોજ રાત્રીના 10થી સવારે વાગ્યા સુધી નાઈટકર્ફ્યુ લાદવામાં આવ્યો છે. તેમજ લગ્ન પ્રસંગોમાં 150 સભ્યોની સંખ્યાને મંજૂરીઅપાઈ છે. ત્યારે વસંતપંચમીના દિવસે મોટા પ્રમાણમાં લગ્નો હોય રજૂઆતોને ધ્યાને રાખીને લગ્નમાં સભ્યોની સંખ્યા 250 સુધી કરી શકાય છે. તેમજ નાઈટ કર્ફ્યુના સમયમાં પણ ઘટાડો કરાય તેવી શક્યતાએ જોર પકડ્યું છે.

