HomeGujaratઆ ઓટો ચાલકના ટેલેન્ટના ફેન છે આનંદ મહિન્દ્રા, કહ્યું આ તે મેનેજમેન્ટનો...

આ ઓટો ચાલકના ટેલેન્ટના ફેન છે આનંદ મહિન્દ્રા, કહ્યું આ તે મેનેજમેન્ટનો પ્રોફેસર છે

દેશના જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા દેશના કેટલાક એવા માણસોમાંથી એક છે જેના દરેક ટ્વિટની લાખો યુવાનો ચર્ચા કરે છે. દેશના જ લોકોની કેટલીક એવી પોસ્ટ કરીને લોકોને ચોંકાવે છે અને સામાન્ય લોકોને પ્રોત્સાહન પણ આપે છે. આ ઉપરાંત એમના ટેલેન્ટને સમર્થન પણ આપે છે. ઘણા એવા યુવાનો છે કે, આનંદ મહિન્દ્રાને ફોલો કરે છે. એના દરેક ટ્વિટને ફોલો કરે છે. ઉદ્યોગપતિ પોતાના અલગ દ્રષ્ટિકોણ અને પ્રોત્સાહિત કરતી પોસ્ટને લઈને ચર્ચામાં રહે છે.

ફરી એકવખત આનંદ મહિન્દ્રાની ટ્વિટર પોસ્ટ ચર્ચામાં છે. જેમાં તેણે એક ટેલેન્ટના વખાણ કર્યા છે. જેના કારણે દુનિયાના અનેક લોકોનું ધ્યાન આકર્ષિત થયું છે. આ વખતે આનંદ મહિન્દ્રાએ ન માત્ર એક ઓટો ચાલકના વખા કર્યા છે. પણ એની ટેલેન્ટના પણ વખાણ કર્યા છે. એની મેનેજમેન્ટ સ્કિલની પણ પ્રશંસા કરી છે. આનંદ મહિન્દ્રાએ એને મેનેજમેન્ટના પ્રોફેસર કહી દીધા છે. આનંદ મહિન્દ્રાએ બેટર ઈન્ડિયા તરફથી કરવામાં આવેલા ટ્વિટને શેર કરતા લખ્યું હતું કે, જો MBAના વિદ્યાર્થીઓ આ વ્યક્તિ સાથે એક દિવસ પસાર કરે તો કસ્ટમર એક્સપિરિયન્સ મેનેજમેન્ટ માટે કમપ્રેસ્ડ અભ્યાસ ક્રમ સમજવા જેવું થઈ જશે. આ વ્યક્તિ ન માત્ર ઓટો ચાલક છે પણ મેનેજમેન્ટનો સારો પ્રોફેસર પણ છે. આ પોસ્ટમાં એક 2 મિનિટ અને 20 સેકન્ડનો વીડિયો છે. જેમાં ચેન્નઈનો રહેવાસી રિક્ષા ચાલક અન્ના દુરઈ પોતાનું મેનેજમેન્ટ સ્કિલ દેખાડી રહ્યો છે. અન્ના દુરઈ ભલે રિક્ષા ચાલક હોય પણ સડસડાટ અંગ્રેજી બોલી જાણે છે. એની રિક્ષામાં પણ લક્ઝરી સુવિધાઓ છે. જે કોઈ વૈભવી કારમાં હોય છે.

એની રિક્ષામાં ઘણી એડવાન્સ કહી શકાય એવી સુવિધાઓ જોવા મળી છે. જેમાં આઈપેડ પ્રો, પોર્ટોબલ ફ્રીજ, ટીવી, મેગેઝિન, અખબાર, ફ્રી વાયફાય, લેપટોપ, ગેલેક્સી ટેબલેટ, સેનિટાઈઝર વગેરે જેવી સુવિધાઓ છે. આ તમામ સુવિધાઓ પ્રવાસીઓ માટે પ્રાપ્ય કરવામાં આવી છે. જેનો ઉપયોગ ગ્રાહકો યાત્રા દરમિયાન કરી શકે છે. 37 વર્ષીય અન્ના દુરઈએ માત્ર 12 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. પણ એની મેનેજમેન્ટ સ્કિલ કમાલની છે. મોટી મોટી કંપનીઓ પણ એને સ્પીચ આપવા માટે આમંત્રણ આપે છે. કદાચ આ જ કારણ છે કે,

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW