HomeGujaratપાકિસ્તાની સૈન્યનો સંરજામ મુંદ્રા પોર્ટ પરથી મળી આવતા સુરક્ષા એજન્સીમાં દોડધામ

પાકિસ્તાની સૈન્યનો સંરજામ મુંદ્રા પોર્ટ પરથી મળી આવતા સુરક્ષા એજન્સીમાં દોડધામ

કચ્છનું મુન્દ્રાપોર્ટ ફરી એકવખત ક્રાઈન ડાયરીના મામલે ચર્ચામાં આવ્યું છે. તાજેતરમાં મળી આવેલ વિપુલ માત્રાના ડ્રગ્સ કેસમં મુંદ્રા પોર્ટ હેડલાઈન્સમાં રહ્યું હતું. હવે પાકિસ્તાની સૈન્યનો સામાન મળી આવવાને લઈને સમાચારોમાં છે. આ વખતે મુન્દ્રા પોર્ટ પરના કન્ટેઇનરમાંથી પાકિસ્તાની સૈન્યનો સરંજામ મળી આવ્યો છે. જેને લઈને દેશભરની સુરક્ષા એજન્સીઓની તપાસ ટીમ કચ્છ તરફ દોડી ગઈ છે.

અહીં આવેલી એક મોટી શિપમાંથી લોડ થયેલા સામાનમાંથી પાકિસ્તાની આર્મીની કેટલીક શંકાસ્પદ સામગ્રી મળી આવતા સનસનાટી સાથે તપાસ ટીમમાં દોડધામ મચી ગઈ છે. મુન્દ્રા પોર્ટ પર આવેલ એક વિદેશી શિપમાંથી અનલોડ કરાયેલા 10 કન્ટેનરમાંથી પાકિસ્તાન સૈન્યની સામગ્રી મળી આવી છે. આફ્રિકાથી આયાત ભંગારના કનેન્ટરમાં પાકિસ્તાની સામગ્રી મળી આવી આવતા દેશભરની સુરક્ષા એજન્સીઓને યુદ્ધના ધોરણે જાણ કરી દેવામાં આવી છે. જેને લઈને તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. પાડોશી દેશની ફરી કોઈ મોટી યોજાનાની આશંકા આના પર સ્પષ્ટ થાય છે. જોકે, આ સામગ્રીમાં શું છે એ હજુ સુધી કોઈ સુરક્ષા એજન્સીએ સ્પષ્ટ કર્યું નથી. હાલ આ સરંજામ અંગે કસ્ટમ દ્વારા વધારે તપાસ હાથ ધરવામાં આવી છે. પાકિસ્તાન લશ્કરના સબંધિત સામગ્રી નીકળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ બની તપાસ કરવા કચ્છની વાટ પકડી છે. મહત્ત્વની છું કે, પોર્ટ પર ઘણી બધી વસ્તુઓના કન્ટેનર આવતા હોય છે. દરેકના પાર્સલની તપાસમાં મોટો સમય પસાર થાય છે. આ ઉપરાંત દરેક કન્ટેનરની પ્રોસિજર તથા કોમોડિટી વાઈસ પ્રક્રિયા જુદી જુદી હોય છે.

પણ તાજેતરમાં મળી આવેલી વસ્તુઓને લઈને આશંકાની સોય પાકિસ્તાન તરફ ખૂંચી છે. તપાસ એજન્સીનો રીપોર્ટ આવ્યા બાદ જ ખ્યાલ આવશે કે એમાંથી શું મળી આવ્યું છે. દરેક કન્ટેનરની આ અંગે ઊંડી તપાસ કરાશે. આ વસ્તુઓ કોને ડિલિવર કરવાની હતી અને કોણે મંગાવી હતી એ તમામ સવાલ પણ ચોક્કસ વ્યક્તિઓને શંકાના ઘેરામાં લેશે. આ પહેલા ખંભાળીયા પાસેથી પણ ડ્રગ્સ ઝડપાયું ત્યારે તપાસનો રેલો છેક પંજાબ સુધી લંબાયો હતો. જોકે, પંજાબમાંથી શુક્રવારે જ વધુ માત્રામાં હેરોઈનો જથ્થો મળી આવ્યો છે. બીજી તરફ મુંદ્રામાંથી આવી સૈન્ય સંબંધીત વસ્તુઓ મળી આવી છે. જોકે, આ બંને ઘટનાનું પાકિસ્તાન કનેક્શન મળે છે એ વાત તો નક્કી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW