ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી વનડે મેચ રમાઈ રહી છે. પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી આ મેચમાં ખાતું પણ ખોલી શક્યો ન હતો અને પાંચમા બોલ પર શૂન્ય પર આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની બીજી વનડેમાં ફરી એકવાર ક્રિકેટ ચાહકોનું દિલ તૂટી ગયું છે.પ્રથમ મેચમાં અડધી સદી ફટકારનાર વિરાટ કોહલી આ વખતે જોરદાર ધમાકો કરશે તેવી આશા હતી. કવર તરફ શોટ રમતી વખતે વિરાટ કોહલીએ તેનો કેચ પકડ્યો હતો.
દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ કેશવ મહારાજના બોલ પર વિરાટ કોહલીનો કેચ પકડ્યો હતો. વિરાટ કોહલીની ODI કરિયરનો આ 14મો શૂન્ય સ્કોર હતો, પરંતુ આ પહેલીવાર બન્યું છે જ્યારે કોઈ સ્પિનરે વિરાટ કોહલીને શૂન્યના સ્કોર પર આઉટ કર્યો હોય. લાંબા સમયથી વિરાટ કોહલીના બેટમાંથી કોઈ મોટો સ્કોર નોંધાયો નથી. વિરાટ કોહલી તેની 71મી આંતરરાષ્ટ્રીય સદીની વર્ષ 2019 પછીથી રાહ જોઈ રહ્યો છે. વિરાટ કોહલી વર્ષ 2019 પછી પ્રથમ વખત ODI ક્રિકેટમાં શૂન્ય પર આઉટ થયો હતો. વિરાટ કોહલી વર્ષ 2019 પછી પ્રથમ વખત ODI ક્રિકેટમાં શૂન્ય પર આઉટ થયો હતો. ઓડીઆઈની કેપ્ટનશીપ છીનવાઈ ગયા બાદ બેટ્સમેન તરીકે વિરાટ કોહલીની આ પ્રથમ વનડે શ્રેણી છે.

