કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમીક્રોનને લઈને દુનિયાના અનેક દેશમાં ગાઈડલાઈન્સ લાગુ કરવામાં આવી રહી છે. કેસને કંટ્રોલ કરવામાં નાઈટ તથા વીકએન્ડ કર્ફ્યૂ લાગુ કરાયા છે. પણ રવિવારે એટલાન્ટિસ ઈવેન્ટ નામની ટુર કંપનીએ સમલૈંગિકો માટે એક ક્રુઝ પર મોટી પાર્ટીનું આયોજન કર્યું છે. કંપની એક મોટો પ્રોગ્રામ લૉન્ચ કરવાની તૈયારીમાં છે. કંપનીની ત્રીસમી વર્ષગાંઠ પર આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. અમેરિકના ફ્લોરિડાના મિયામીમાં એક અઠવાડિયા સુધી ચાલનારા આ કાર્યક્રમમાં આશરે 5500 લોકો જાડાશે.

કોરોના વાયરસના સૌથી વધારે કેસ અમેરિકામાંથી નોંધાઈ રહ્યા છે. એવામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કે, લોકોએ ક્રુઝ પર યાત્રા કરવાથી બચવું જોઈએ. તેમ છતાં આ પ્રકારની બેદરકારી દાખવવામાં આવી રહી છે. કંપનીએ દાવો કર્યો છે કે, જે લોકોનું વેક્સીનેશન થઈ ગયું છે તેઓ હવે સુરક્ષિત છે. રીપોર્ટ અનુસાર રોયલ કેરેબિયનના ઓએસિસ ઓફ ધ સીઝમાં શરૂ થનારા આ પ્રોગ્રામ માટે ઘણા લોકોએ પૈસા પણ ભરી દીધા છે.
જેમાં જર્મનીના રહેવાસી ગ્રાફિક ડીઝાઈનર આંદ્રે મેયર પણ છે. તેમણે કહ્યું કે, અમારા જીવનને ફરીથી શરૂ કરવા માટેનો આ સમય છે. અમારૂ વેક્સીનેશન પણ થઈ ગયું છે. તેથી અમે આ કાર્યક્રમમાં સામિલ થઈ શકીએ છીએ. આ કાર્યક્રમ માટે મેં રૂ.2 લાખ 97 હજાર ચૂકવી દીધા છે. બે વર્ષ બાદ અમારી કોમ્યુનિટી માટે આ પાર્ટી થઈ રહી છે. હું તો જરૂરથી જઈશ. તાજેતરમાં જ એવા કેસ સામે આવ્યા હતા જેમાં ઘણા ક્રુઝ યાત્રીઓને કોરોના વાયરસે શિકાર કર્યા હતા. હવે જે લોકો આ પ્રોગ્રામમાં ન જવા માટે મન બનાવી રહ્યા છે તેઓ હવે કંઈ કરી શકશે નહીં.
કારણ કે, પોલીસી અનુસાર ભરેલા પૈસા રીફંડ લેવા માટે 60 દિવસ પહેલા જ ટિકિટ કેન્સલ કરાવવાની હોય છે. જો તેઓ ટિકિટ કેન્સલ કરાવે છે તો હવે એમને કોઈ પ્રકારનું રીટર્ન નહીં મળી શકે. બોસ્ટનના રહેવાસી એક ડાન્સ ટીચર એજન મોર્ગને કહ્યું કે, મેં 2 લાખ 82 હજાર રૂપિયામાં આ ટિકિટ લીધી છે. જ્યારે કોવિડને કારણે મેં પ્લાન બદલ્યો તો ફેસબુક પરથી આને વેચવા માટે મેં પોસ્ટિંગ કર્યું. પણ ખૂબ જ સસ્તાભાવે આ ટિકિટ વેચવી પડી હતી.
આ ટિકિટ બદલ મને રૂ.1 લાખ 10 હજાર જ મળ્યા. હું આ પાર્ટીમાં જવા માગતો હતો પણ મારા ફ્રેન્ડ મને પ્રેશર કરી રહ્યા હતા. પણ હું બીમાર પડીને ઘરે પાછો ફરવા માગતો નથી. જો હું ત્યાં ગયો અને કોરોનાનું સંક્રમણ લાગ્યું તો? આવું વિચારતા રાત્રે ઊંઘ નથી આવતી. કંપનીના મુખ્યકાર્યકારી અધિકારી રિચ કેંપબેલે કહ્યું કે, અમે ક્રુઝ લાઈન્સ સાથએ એક કોન્ટ્રાક્ટ સહી કરેલો છે. જેને બદલી કે રદ્દ કરી શકાય એમ નથી. જે વ્યક્તિ ટિકિટ રદ્દ કરશે એને કોઈ પ્રકારે રિફંડ નહીં મળે.

