HomeGujaratOnePlus 9RT લૉન્ચ, આ રીતે મળી શકે છે સસ્તામાં જાણો ફીચર્સ અને...

OnePlus 9RT લૉન્ચ, આ રીતે મળી શકે છે સસ્તામાં જાણો ફીચર્સ અને કિંમત

OnePlus 9RTને કંપનીએ ભારતમાં લૉન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોન OnePlus Launch Event Winter Editionમાં લૉન્ચ કર્યો હતો. તા.16 જાન્યુઆરીથી આ મોબાઈલનું સેલિંગ ભારતમાં શરૂ થઈ રહ્યું છે. જેની કિંમત રૂ.42999 થી શરૂ થાય છે. One plus સ્માર્ટફોન ખરીદનારાઓને One plus 9RT સસ્તામાં ખરીદવાની સારી એવી તક મળી રહી છે. OnePlus 9RT માત્ર રૂ38999માં મળી રહેશે.

oneplus 9rt price: OnePlus 9RT launched in India at Rs 43K, Buds Z2 at Rs  5K; phone comes with pro-level 50 mn pixels, light-catching algorithm - The  Economic Times

આ ડીલમાં Amazon India વેબસાઈટ પર મળતું ડિસ્કાઉન્ટ પણ સામિલ છે. OnePlus 9RTના બેઝિક વેરિયન્ટની કિંમત રૂ.42999 રાખવામાં આવી છે. જેમાં 8GB+128GB રેમ અને સ્ટોરેજ આપવામાં આવે છે. આ સાથે કંપનીએ 12GB +256GB વેરિયન્ટ પણ માર્કેટમાં મૂક્યો છે. જેની કિંમત રૂ.46999 નક્કી કરવામાં આવી છે. Amazonને આ સેલ પહેલા આના પર મળનારા બેંક ડિસ્કાઉન્ટની યાદી તૈયાર કરી દીધી હતી. જેના કારણે ફોનની સ્ટાર્ટિંગ કિંમત રૂ.38999 થઈ જાય છે. એટલે કે, રૂ.4000ના સસ્તા ફાયદાથી આ ફોનની ખરીદી કરી શકાય છે. આ સિવાય પણ Amazonને Jio યુઝર્સ માટે રૂ.7200નો ફાયદો પણ જાહેર કરી દીધો છે. Axis Bank અને kotak Bank કાર્ડ હોલ્ડરને રૂ.4000નું ફ્લેટ ડિસ્કાઉન્ટ આ ફોન પર આપવામાં આવી રહ્યું છે. આ ઓફર આ બેંકના ક્રેડિટકાર્ડ, ડેબિટ કાર્ડ અથવા EMI ટ્રાંઝેક્શન પર પ્રાપ્ય છે. આ સિવાય પણ આ ફોન માટે ખરીદનારાઓને છ મહિના માટે Spotify Premiumનું ફ્રી એક્સેસ મળી રહેશે.

OnePlus 9R offers fast-refresh rate screen, costs less - The Verge

OnePlus બાયર્સને OnePlus Band જે રૂ.1699નું મળે છે એ રૂ.999માં મળી રહેશે. OnePlus Bullets Wireless Z ઈયરબડ જે રૂ.1999માં મળે છે એ રૂ.1499માં મળી રહેશે. OnePlus 9RT હેકર બ્લેક અને નેનો સિલ્વર કલર વિકલ્પોમાં ઉપલબ્ધ હશે અને કંપનીની અધિકૃત વેબસાઇટ અને રિટેલ સ્ટોર્સ એમેઝોન દ્વારા ખરીદી માટે ઉપલબ્ધ હશે. ડ્યુઅલ-સિમ OnePlus 9RT, Android 11 પર કંપનીની OxygenOS 11 સ્કિન ટચ પર ચાલે છે. OnePlus 9RT ઓક્ટા-કોર Qualcomm Snapdragon 888 SoC આપવામં આવ્યું છે, જે 12GB સુધી LPDDR5 RAM અને 256GB ઇનબિલ્ટ UFS 3.1 સ્ટોરેજ સાથે છે. વેનીલા OnePlus9 થી વિપરીત, જેમાં સમાન SoC પણ છે, નવી OnePlus 9RT કંપનીની “સ્પેસ કૂલિંગ” ટેક્નોલોજી સાથે આવે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW