યુપી વિધાનસભાની ચૂંટણી પહેલા જ ભાજપને એક પછી એક ઝટકા લાગી રહ્યાં છે. બપોરે યોગી આદિત્યનાથ સરકારના મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ તેમના સમર્થનમાં અન્ય ત્રણ ધારાસભ્યોએ પણ ભાજપમાંથી રાજીનામાં આપ્યાં છે. તેમજ આગામી દિવસોમાં હજુ ચાર નેતાઓ રાજીનામા આપે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે.
सामाजिक न्याय और समता-समानता की लड़ाई लड़ने वाले लोकप्रिय नेता श्री स्वामी प्रसाद मौर्या जी एवं उनके साथ आने वाले अन्य सभी नेताओं, कार्यकर्ताओं और समर्थकों का सपा में ससम्मान हार्दिक स्वागत एवं अभिनंदन!
— Akhilesh Yadav (@yadavakhilesh) January 11, 2022
सामाजिक न्याय का इंक़लाब होगा ~ बाइस में बदलाव होगा#बाइसमेंबाइसिकल pic.twitter.com/BPvSK3GEDQ

યુપી વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. યોગી આદિત્યનાથના મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ બપોરે રાજીનામું આપી દીધું હતું અને થોડા સમય બાદ જ તે સપામાં જોડાયા હતાં. સ્વામી પ્રસાદના સમર્થનમાં અન્ય ધારાસભ્યો બ્રિજેશ પ્રજાપતિ, ભગવતી પ્રસાદ સાગર અને રોશન લાલ વર્માએ પણ ભાજપને અલવિદા કરી દીધું છે. તો બીજી તરફ એ પણ ચર્ચાઈ રહ્યું છે કે,સ્વામી પ્રસાદ મૌર્ય સિવાય મંત્રી ધરમ સિંહ સૈની સહીતના 4થી વધુ ધારાસભ્યો જોડાઈ શકે છે. ભાજપમાંથી ધારાસભ્યોના રાજીનામાઓ બાદ સપાના અધ્યક્ષ અખિલેશ યાદવે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, સૌના સહકારથી સકારાત્મક રાજકરણનો મેલા હોબે.

माननीय राष्ट्रीय अध्यक्ष जी के नेतृत्व में आस्था जताते हुए बदायूं, बिल्सी से भाजपा विधायक श्री राधा कृष्ण शर्मा जी ने समाजवादी पार्टी की सदस्यता ग्रहण की।
— Samajwadi Party (@samajwadiparty) January 10, 2022
आपका हार्दिक स्वागत एवं अभिनंदन। pic.twitter.com/BIWSMGiqoi
તો યુપીમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ ભાજપના નેતાઓના રાજીનામા બાદ રાજકારણ ગરમાયું છે. એનસીપીના ચીફ શરદ પવારે મોટુ નિવેદન આપ્યું છે કે 13 ધારાસભ્યોએ સમાજવાદી પાર્ટીમાં જશે. તો રાજકીય પંડિતોએ યુપીમાં ભાજપના મંત્રી રહેલા સ્વામી પ્રસાદ મૌર્યના રાજીનામા બાદ ભાજપના હજુ સાત નેતાઓ રાજીનામાં આપશે. આ ધારાસભ્યોમાં રોશનલાલ વર્મા, ભગવતી સાગર, બૃજેશ પ્રજાપતિ, મમતેશ શાક્ય, ધર્મેન્ય શાક્ય, વિનય શાક્ય અને નીરજ મૌર્યનો પણ સમાવેશ થયો છે.

