HomeNationalઓમીક્રોન આટલો ઝડપથી શા માટે ફેલાઈ રહ્યો છે?WHOએ કરી આ ચોખવટ

ઓમીક્રોન આટલો ઝડપથી શા માટે ફેલાઈ રહ્યો છે?WHOએ કરી આ ચોખવટ

કોરોના વાયરસના ડેલ્ટા વેરિયંટ કરતા ઓમીક્રોન થોડો ઓછો શક્તિશાળી છે. પણ સંક્રમણના મામલે તે ડેલ્ટા કરતા પણ વધારે ઝડપથી ફેલાઈ રહ્યો છે. સંક્રમણની આ ગતિ નિષ્ણાંતોને ચિંતામાં મૂકી રહી છે. મહામારીના આ માહોલ વચ્ચે વિશ્વ આરોગ્ય સંસ્થાના ટેકનિકલ વિભાગના પ્રમુખ વૈન કેર્ખોવએ એક મહત્ત્વની ચોખવટ કરી દીધી છે. કોરોના વાયરસનો નવો વેરિયંટ દુનિયામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. રાજધાની દિલ્હી અને મુંબઈ જેવા શહેરમાં દિવસે દિવસે નવા નવા કેસ સામે આવી રહ્યા છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના ટેકનિકલ વિભાગના પ્રમુખ મારિયા વૈન કેર્ખોવે ઝડપથી સંક્રમિત થવા પાછળના ત્રણ મોટા કારણ ગણાવ્યા છે. કેર્ખોવે કહ્યું કે,લોકોનું વાયરસ અંગે જોખમ ઓછું કરવા માટે અને આના ટ્રાંસમિશનને કંટ્રોલ કરવા માટે વિચારણા કરવાની જરૂર છે. ગત અઠવાડિયામાં નોંધપાત્ર કેસ સામે આવ્યા છે. જે એના પહેલાના અઠવાડિયાની તુલનામાં 71 ટકા વધારે છે. વૈન કેર્ખોવે કહ્યું કે નવો ઓમિક્રોન વેરિયંટ અનેક કારણોસર લોકોમાં આટલો ઝડપથી ફેલાઈ રહ્યો છે. નવા વેરિયંટના મ્યુટેશન વાયરસને માણસના કોષ સાથે વાયરસને જોડવામાં મદદ કરે છે. બીજું એ કારણ છે કે, નવા વેરિયંટમાં ઈમ્યુનિટી સિસ્ટમને એટલી અસર કરવાની ક્ષમતા નથી. એટલે લોકોમાં રીઈન્ફેક્શન વધી ગયું છે. પહેલા ચેપના શિકાર થયેલા લોકો અથવા વેક્સીનેટ લોકો માટે આનાથી બચવું કઠિન છે. જોકે, આ હકીકત પહેલા એમ્સના ડૉક્ટર પણ કહી ચૂક્યા છે. ઓમીક્રોનમાં અમે અપર રેસ્પિરેટરી ટ્રેક્ટમાં વાયરસને રિપ્લેસ થતા જોઈએ છીએ. જે અગાઉના વેરિયંટ ડેલ્ટા અથવા બીજા કોઈ વાયરસ વેરિયંટ કરતા બિલકુલ અલગ છે.

આ પહેલાના કોરોનાના વેરિયંટ હતા એ તમામ ફેફસાંને અને લોવર રેસ્પિરેટરી ટ્રેક્ટમાં રેપ્લિકેટ થતાં હતા. જેના કારણે તે વધારે ફોર્સથી આગળ વધે એવી શક્યતાઓ ઓછી હતી. બીજુ એક કારણ એ છે કે, જ્યારે લોકો એકબીજાના વધારે પડતા સંપર્કમાં આવે છે અને એમાંથી કોઈ વાયરસ ઈન્ફેક્ટેડ હોય તો જોખમ વધી જાય છે. ન માત્ર દર્દીઓ પણ સાજા થયેલા અને સ્વસ્થ લોકોને પણ વધુ હવા ઉજાશ વાળી જગ્યાઓ પર રહેવાની સલાહ તબીબો આપે છે. જે યોગ્ય છે. બંધિયાર જગ્યાઓ પર એક સાથે વધુ લોકો જમા થાય તો જોખમ વધી જાય છે. ગત અઠવાડિયે આખી દુનિયામાં 95 લાખથી વધારે કેસ નોંધાયા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW