વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે શહેરના ગાયત્રી મંદિર નજીક આવેલા મફતીયાપરા વિસ્તારમાં નરસિંહભાઈ પાંચાભાઈ ચૌહાણના ઘર પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમી રહ્યા હોવાની માહિતીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન પોલીસે સુરેશભાઈ વશરામભાઈ ગર (રહે. મફતીયાપરા, વાંકાનેર), મહેશભાઈ ધીરૂભાઈ સંઘાર (રહે. રાજકોટ), આકાશભાઈ ઉર્ફે કાનો નારણભાઈ જોગીયાણી (રહે. મફતીયાપરા, વાંકાનેર), સાગરભાઈ કેશાભાઈ વિકાણી (રહે. મફતીયાપરા, વાંકાનેર) તેમજ લાલો ગોરધનભાઈ જોગીયાણી (રહે. મોરબી) સહિત કુલ પાંચ આરોપીઓને જાહેરમાં જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા 10,200નો મુદ્દામાલ કબજે કરીને તેમની સામે જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

