HomeNationalહવે કોરોનામાં હોમ આઈસોલેશનના નિયમોમાં આવ્યો ફેરફાર, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી...

હવે કોરોનામાં હોમ આઈસોલેશનના નિયમોમાં આવ્યો ફેરફાર, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી નવી ગાઈડલાઈન

કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે દરેક નિયમોમાં ફેરફાર કરવા માટે જઈ રહ્યું છે. તેમાં સૌથી મોટો ફેરફાર હોમ આઈસોલેશનને લઈને કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલી નવી ગાઈડલાઈનની અમલવારી કરાશે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દર્દી પોઝિટીવ થયા બાદ ત્રણ દિવસ તેને સતત તાવ નવા આવે તો હોમ આઈસોલેશન દર્દીને રજા આપવામાં આવશે તથા તેનું આઈસોલેશન પુર્ણ થઈ જશે. હોમ આઈસોલેશનનો સમય પૂરો થયા બાદ ફરી ટેસ્ટીંગ કરવાની જરૂર નથી રહેતી. છેલ્લા 9 દિવસમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ઓમિક્રોન વેરિયન્ટના કેસો ત્રણ દિવસમાં જ ડબલ થઈ ગયાં છે.

કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયની નવી ગાઈડલાઈનમાં વૃદ્ધ દર્દીઓને તબીબોની સલાબ મુજબ હોમ આઈસોલેશનની મંજૂરી મળશે. હળવા લક્ષણો ધરાવતા દર્દીઓ ઘરે જ રહેશે. તેમના માટે યોગ્ય રીતે વેન્ટિલેશન રાખવું જરૂરી રહેશે. કોરોના દર્દીઓને ટ્રિપલ લેયરવાળા માસ્ક પહેરવાની સલાહ અપાઈ છે. તો દર્દીને પૌષ્ટિક આહાર લેવાની પણ સલાહ અપાઈ છે. આ ઉપરાંત હળવા લક્ષણો ધરાવતા દર્દીઓ કે જેમનું ઓક્સિજન લેવલ 93 ટકા હશે તેમને હોમ આઈસોલેશનમાં જવાની મંજૂરી મળશે.

આ ઉપરાંત માઈલ્ડ અને એસિમ્પ્ટોમેટિક દર્દીઓને જિલ્લા સ્તરના કંટ્રોલ રૂમના સંપર્કમાં સતત રહેવું પડશે. કંટ્રોલ રૂમને જો જરૂર જણાશે તો ટેસ્ટિંગ અને હોસ્પિટલ બેડ સમય ઉપર પહોંચાડશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW