HomeGujaratRCB સાથે નવી ભૂમિકા ભજવવા માગે છે એબી ડિવિલિયર્સ

RCB સાથે નવી ભૂમિકા ભજવવા માગે છે એબી ડિવિલિયર્સ

દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન એબી ડી વિલિયર્સ હવે કોચિંગમાં હાથ અજમાવવા માંગે છે. ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધા બાદ ડી વિલિયર્સે દક્ષિણ આફ્રિકાની ટીમ અને RCBને મેન્ટર કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ડી વિલિયર્સ IPLમાં ઘણા વર્ષો સુધી RCB ટીમ માટે ક્રિકેટ રમ્યો છે. ડી વિલિયર્સે કહ્યું કે હું હજુ પણ માનું છું કે હજું રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર RCB સાથે દક્ષિણ આફ્રિકા ક્રિકેટ અને IPLમાં મારે જવાબદારી અદા કરવાની છે. મને ખબર નથી કે આગળ શું થશે પરંતુ હું તેને મારા હાથમાં લઈને આગળ લઈ જવા માંગુ છું.

હું વર્ષોથી કેટલાક સારૂ ક્રિકેટ ટેલેન્ટ ધરાવતા યુવાનોને શોધી રહ્યો છું અને મોનિટરિંગ કરી રહ્યો છું. કોઈને તેના વિશે ખબર નથી અને આશા છે કે હું ભવિષ્યમાં એક દિવસ પાછળ ફરીને જોઈ શકું છું કે મેં કેટલાક ખેલાડીઓના જીવનમાં મોટો બદલાવ કર્યો છે. તે હમણાં માટે મારું ધ્યાન એના છે અને મને ખબર નથી કે તે પ્રોફેશનલ થશે કે નહીં. કે પછી આકસ્મિક બની રહેશે. પરંતુ અમે જોઈશું કે અમે નવા ખેલાડીઓ સાથે ક્યાં જઈશું. ડી વિલિયર્સે નિવૃત્તિ વિશે કહ્યું હતું કે હું મારી જાતને એવી જગ્યા પર જોઉં છું. જ્યાં ટીમ માટે રન બનાવવો મેળ ખાતો ન હતો અને તેના કારણે હું નિવૃત્તિ તરફ ગયો હતો. ડી વિલિયર્સનો મતલબ એ હતો કે રનના અભાવને કારણે હું ગેમમાં રવા માટે લાયક ન હતો.

ઉલ્લેખનીય છે કે ડી વિલિયર્સે આ વર્ષે IPLમાં રમ્યા બાદ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. આ પહેલા તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. તેની કમબેકની અટકળો પણ ચાલી રહી હતી. પરંતુ તેમ થયું નહીં. હવે જોવાનું રહેશે કે પ્રશંસકો ડી વિલિયર્સને IPLમાં મેન્ટર તરીકે ક્યારે જોઈ શકશે. જોકે, આ અંગે હજુ સુધી ફ્રેન્ચાઈઝીએ પણ કોઈ સ્પષ્ટતા કરી નથી. માત્ર આ ખેલાડી ઈચ્છા સામે આવી છે. આમ પણ IPL ટુર્નામેન્ટમાં છેલ્લે એનું પર્ફોમન્સ જોઈએ એવું ખાસ રહ્યું ન હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW