મોરબીના મહેન્દ્રનગર ગામમાં ધાવડી વિસ્તારમાં રહેતા 52 વર્ષના રેખાબેન ધીરુભાઈ ક્વૈયા અને તેની 22 વર્ષની પુત્રી બંસી બેન ધીરુભાઈ ક્વૈયાએ પોતાના ઘરમાં અગ્નિસ્નાન કરી લેતા ભારે ચકચાર મચી ગઈ હતી ગંભીર હાલતમાં માતા પુત્રીને સારવાર અર્થે પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા બી ડીવીઝન પોલીસની ટીમ હોસ્પિટલ દોડી જઈ માતા પુત્રીના નિવેદન લેવા તજવીજ હાથ ધરી હતી
આ બનાવમાં ગભીર રીતે દાઝેલા રેખાબેને તેમના કૌટુબીક દેરાણી પ્રવિણાબેન અમુભાઈ કવૈયા અને દિયર અમુભાઈ રતિભાઈ કવૈયા વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે પ્રવિણાબેન તેમના ભાઈના લગ્ન બંસી સાથે કરવા માગતા હતા.પણ બંસી લગ્ન માટે રાજી ન હોવાથી તેઓએ ના પાડી હતી જે બાબતે પ્રવિણાબેન અને અમુભાઈ અવાર નવાર લગ્ન બાબતે દબાણ કરી માનસિક ત્રાસ આપતા હોવાથી કંટાળી જઈ ઘરમાં જ કેરોસીન છાટી આપઘાતનો પ્રયાસ કર્યો હતો બનાવ અંગે બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોધી કાયદેસર કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી હતી માતા પુત્રી હાલ ગંભીર હાલતમાં રાજકોટ સારવાર ચાલી રહી હોવાનું સામે આવ્યું છે

