HomeGujaratકોરોના વાયરસના કેસ વધતા સેનિટાઈઝર અને માસ્કની માગ વધી, જાણો આ ટકાવારી

કોરોના વાયરસના કેસ વધતા સેનિટાઈઝર અને માસ્કની માગ વધી, જાણો આ ટકાવારી

ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના નવા કેસમાં મોટો વધારો થઈ રહ્યો છે. સંક્રમણથી બચાવમાં અસરકારક માસ્ક, સેનીટાઈઝર તથા રોગ પ્રતિકારક શક્તિ વધારતી દવાઓના વેચાણમાં ફરી એકાએક વધારો શરુ થઈ ગયો છે. ગુજરાત કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસીએશનના પ્રમુખ અલ્પેશ પટેલના કહેવા પ્રમાણે રાજયમાં દરરોજ 15 લાખ ડીસ્પોઝેબલ માસ્ક તથા 4 લાખ એન-95 માસ્કનું વેચાણ થવા લાગ્યું છે.

જે ઓકટોબર કરતા અત્યારે ડબલ વેચાણ છે. ઓમિક્રોન વધુ ચેપી હોવાથી અને ઝડપભેર ફેલાતો હોવાના કારણોસર લોકો સાવધ બન્યા છે. કેટલાક વખતથી માસ્ક પહેરવાનું બંધ કરી દીધુ હતું તે ફરી પહેરવા લાગ્યા છે. આ જ રીતે સ્કુલો-શૈક્ષણિક સંસ્થાઓ સંપૂર્ણ ખુલ્લી ગયા હોવાથી બાળકોને માસ્ક પહેરાવવા માટે પણ ખરીદી વધી છે. ગુજરાતમાં છેલ્લા ચાર દિવસ દરમિયન નવા કેસોમાં મોટો વધારો થઈ રહ્યો છે. બુધવારે 584 નવા કેસ નોંધાયા હતા. ઓમિક્રોનનું સંક્રમણ પણ સતત વધી રહ્યું છે. માસ્ક ઉપરાંત સેનીટાઈઝર તથા ઈમ્યુનીટી વધારાની દવાઓના વેચાણમાં સરેરાશ 20 ટકાનો વધારો જોવા મળ્યો છે. શ્વાસની બિમારીને લગતી દવાનું વેચાણ 19 ટકા વધ્યુ છે. જોકે, આ સાથે મેડિકલ સ્ટોરમાંથી સેનિટાઈઝર અને માસ્કની માગ વધી છે. છેલ્લા એક અઠવાડિયામાં માસ્ક અને સેનિટાઈઝરની ડિમાન્ડ વધી ગઈ છે.

કોરોનાના નવા વેરિયેન્ટ ઑમિક્રોને દેશમાં સંક્રમણની રફ્તાર વધારી દીધી છે. મુંબઈ અને દિલ્હીમાં તો કોરોનાના કેસ ખતરનાક રીતે વધવા લાગ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આ બન્ને શહેરોમાં એક જ દિવસમાં કેસ બમણા થવા પામ્યા છે. દેશની આર્થિક રાજધાની મુંબઈની વાત કરવામાં આવે તો અહીં કોરોના વિસ્ફોટ થયો હોય તેવી રીતે 2510 નવા કેસ સામે આવતાં સરકારની ચિંતા વધી ગઈ છે.

ભારતમાં કોરોના કહેર શરૂ થઈ ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 13154 નવા કેસ નોંધાયા છે જે ગઈકાલની તુલનાએ 4000 વધુ છે. આ દરમિયાન 268 દર્દીના મોત પણ થયા છે. બુધવારે દેશમાં કોરોનાના 9195 દર્દીઓ નોંધાયા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW