HomeGujaratજેઠાલાલનું પાત્ર ભજવીને શું કંટાળી ગયા છે? દિલીપ જોશીએ શૉ છોડવા મુદ્દે...

જેઠાલાલનું પાત્ર ભજવીને શું કંટાળી ગયા છે? દિલીપ જોશીએ શૉ છોડવા મુદ્દે કરી સ્પષ્ટતા

તારક મહેતા કા ઉલટા ચશ્મા ફેમિલી શૉમાં અત્યાર સુધીમાં ઘણા એવા કલાકારો રીપ્લેસ થઈ ગયા છે. લીડ રોલ પ્લે કરતા દિશા વાકાણીની પણ શૉમાં હજુ સુધી વાપસી થઈ નથી. તો બીજા પણ કેટલાક કલાકારો રીપ્લેસ થયા છે. છેલ્લા 13 વર્ષથી ચાલતા આ શૉને આજે પણ ઘણા લોકો જુવે છે અને પસંદ પણ કરે છે. TRPમાં પણ તારક મહેતા કા ઉલટા ચશ્મા શૉ હોય છે. પણ છેલ્લા કેટલાક સમયથી આ શૉની લોકપ્રિયતા ઘટી રહી છે. TRP રેટિંગ ઘટ્યા છે.

આ કોમેડી સીરિયલમાં અમુક પાત્રો શરુઆતથી યથાવત રહ્યા છે. એ રીપ્લેસ થયા નથી. લોકોએ પણ એમના પર ખૂબ પ્રેમ વરસાવ્યો છે. જેમાં જેઠાલાલ, ભિડે, બાપુજી, તારક મહેતા જેવા પાત્રનો સમાવેશ થાય છે. જ્યારે દિશા એટલે કે દયાએ આ શૉમાંથી બ્રેક લીધો ત્યારે લોકો ચોંકી ગયા હતા. સંતાન આવ્યા બાદ હજુ સુધી દિશા શૉમાં પાછી આવી નથી. એટલે શૉની ચમક થોડી ફિક્કી પડી છે. આજે પણ લોકો શૉના મેકર્સને દયાબેનના પાછા આવવા મુદ્દે સવાલ કરી રહ્યા છે. જેઠાલાલનું પાત્ર પણ દયાબેનની જેમ ઘણું લોકપ્રિય છે. મોટાભાગના લોકો માટે શૉમાં ફેવરિટ કેરેક્ટર જેઠાલાલ જ છે. ખાસ કરીને એક્ટિંગને લઈને ઘણા લોકો જેઠાલાલના ફેન છે. હવે આ શૉ છોડવા મામલે દીલિપ જોશીએ એક અંગ્રેજી અખબારને મોટી સ્પષ્ટતા કરી હતી. દીલિપ જોશી એ કહ્યું કે, મારો શૉ એક કોમેડી શૉ છે. તેનો એક મુખ્યભાગ બનવું પણ મસ્ત અનુભવ રહ્યો છે. જ્યાં સુધી હું આ અનુભવને એન્જોય કરીશ ત્યાં સુધી આ શૉમાં કામ કરીશ. મને જે દિવસે લાગશે કે મજા નથી આવતી, હું એ છોડીને આગળ વધી જઈશ. અન્ય શૉ માટે મને નવી નવી ઓફર્સ મળતી રહે છે. પણ હું આ શૉને પ્રાધાન્ય આપી રહ્યો છું. આ પહેલા પણ બીજી સીરિયલ્સમાંથી ઓફર મળી છે.

જો આ શૉ સારો ચાલી રહ્યો છો તે કોઈ બીજી વસ્તુ માટે બિનજરુરી આ નિર્ણય લેવાની જરુર નથી. એવું મને લાગે છે. આ એક બેસ્ટ અનુભવ છે. તેનાથી હું ખુશ છું. અમને લોકો ખૂબ પ્રેમ કરે છે.આ પ્રેમને હું કોઈ કારણ વગર વ્યર્થ નહીં કરું. દિલીપ જોશી માત્ર સીરિયલ્સ જ નહીં પણ મેંને પ્યાર કિયા, હમરાઝ, ફીર ભી દિલ હૈ હિન્દુસ્તાની જેવી ફિલ્મોમાં પણ સાઈડ રોલ કરી ચૂક્યા છે. એક્ટિંગ કરિયર અંગે તેમણે એવું કહ્યું કે, એક્ટિંગ બાબતે ઘણું કામ કરવું છે. હજી આખું જીવન બાકી છે. આજની ફિલ્મોના વિષણ ઘણાં સારા હોય છે. જો કોઈ દિવસ મને ઓફર મળશે. તો હું ક્યારેય સારી ફિલ્મ નહીં છોડું. તાજેતરમાં જ દિલીપ જોશીના પુત્રી નિયતીના લગ્ન લેખક અશોક મિશ્રના પુત્ર યશોવર્ધન મિશ્રા સાથે થયા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW