હળવદ તાલુકાના કવાડિયા ગામે ડેમ પાટી વિસ્તારમાં ચંદુ કાનજીની વાડીના શેઢે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સોને હળવદ પોલીસે ઝડપી પાડ્યા હતા.
મળતી માહિતી મુજબ, હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન કવાડિયા ગામે ડેમ પાટી વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા અરવિંદભાઈ બચુભાઈ મહાલિયા, લાલજીભાઈ દેવશીભાઈ રાતૈયા, સંજયભાઈ ધનજીભાઈ ચારોલા, નવઘણભાઈ રણછોડભાઈ ચારોલા અને સમરતભાઈ ધનશ્યામભાઈ શિહોરા, તમામ રહે. કવાડિયા ગામ, તા. હળવદવાળાને ઝડપી પાડવામાં આવ્યા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 15,700ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.